ગોંડલના યુવાનને બનેવી સહિત બે શખસોએ યુવાનને ધોકા વડે મારમાર્યેા હતો.જયારે ધોરાજીના ભુખી ગામે ભત્રીજી સાથે પ્રેમલ કર્યાનો ખાર રાખી યુવાનને તેના કાકાજી સસરાએ વજનીયા વડે મારમાર્યેા હતો.
ગોંડલમાં નેશનલ હાઇવે રોડ પર ખેતલાબાપા હોટલ સામે રહેતા અતુલ ઉર્ફે કાળુ બાબુભાઈ મકવાણા(ઉ.વ ૩૬) નામના કોળી યુવાને ગોંડલ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ચોટીલાના મફતપરામાં રહેતા બનેવી હિતેશ સામતભાઈ ધોરીયા અને તેના સંબંધી જયરાજ મકવાણાના નામ આપ્યા છે.
યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે, અમે બે ભાઈ એક બહેન છે. જેમાં તેની બહેન કાજલના લ વર્ષ ૨૦૧૧ માં ચોટીલાના હિતેશ ધોરીયા સાથે થયા હતા. છેલ્લા એક મહિનાથી બહેન અહીં રિસામણે છે. ગઈકાલ યુવાન સવારના જામવાડી જીઆઇડીસીમાં લાકડાની ગાડી ખાલી કરવા માટે મોકલી હોય જેના ભાડાના પૈસા આપવા માટે બાઈક લઈને જતો હતો. ત્યારે અહીં ગોંડલ હાઇવે પર ટીવીએસના શોમ પાસે તેને પાછળથી કોઈએ અવાજ લગાવતા યુવાને બાઈક ઊભું રાખી જોતા તેના બનેવી હિતેશ અને તેનો સંબધં જયરાજ હોય યુવાન કઇં સમજે તે પૂર્વે આ બંને તેના પર ધોકા વડે હત્પમલો કરી દીધો હતો. દરમિયાન અહીં લોકો એકત્ર થતાં આ બંને અહીંથી જતા રહ્યા હતા. ત્યારબાદ યુવાને આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
જયારે અન્ય બનાવમાં ધોરાજીના ભુખી ગામે પટેલ વિસ્તારમાં રહેતા મયુર મનજીભાઈ વાઘેલા(ઉ.વ ૩૧) નામના યુવાને ધોરાજી સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઈકાલ સવારના ૯:૦૦ વાગ્યા આસપાસ તે તથા તેની પત્ની વંદના બંને બાઇક લઇ ધોરાજી ખરીદી કરવા માટે જતા હતા ત્યારે અહીં ધોરાજીમાં નદી બજારમાં નીરણના પીઠા પાસે યુવાનના કાકાજી સસરા શૈલેષ બાવનજીભાઈ ભડેલીયા સામેથી આવતા હોય તે અહીં યુવાન પાસે આવી તેને ફડાકો માર્યેા હતો જેથી યુવાન નીચે પડી ગયો હતો. બાદમાં આ શૈલેષભાઈએ બાજુની લારીમાંથી ત્રાજવામાંથી લોખંડનું વજન લઈને યુવાનના માથામાં મારી દીધું હતું. જેથી તેને લોહી નીકળવા લાગતા તે થોડે દુર ભાગી ગયો હતો. આ દરમિયાન શૈલેષ પણ અહીંથી ભાગી ગયો હતો. ત્યારબાદ યુવાન બાઇક લઇ પોલીસ સ્ટેશન તરફ જતો હતો દરમિયાન રસ્તામાં કિંગ ગોલાવાળી દુકાન પાસે ફરી શૈલેષ મળ્યો હતો અને ધમકી આપી હતી કે, મારી ભત્રીજી સાથે પ્રેમલ કર્યા છે તો બીજી વખત સામે મળીશ ત્યારે તને જાનથી મારી નાખીશ તેમ કહી ગાળો આપી જતો રહ્યો હતો. ત્યારબાદ યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. યુવાને પ્રેમલ કર્યા હોય જેનો ખાર રાખી આ હત્પમલો કરવામાં આવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકાલાવડ તાલુકાના આણંદપર ગામ પાસે સાઈડમાં પાર્ક કરેલ ટ્રક સાથે બાઈક અથડાતા સર્જાયો અકસ્માત
February 21, 2025 07:07 PMરાજકોટ પાયલ હોસ્પિટલ CCTV કાંડ: આરોપીઓના 7 દિવસના રિમાન્ડ મંજૂર
February 21, 2025 06:41 PMમહારાષ્ટ્રમાં ધોરણ 10નું મરાઠી પેપર લીક: શિક્ષણ પ્રણાલી પર સવાલ
February 21, 2025 06:39 PMટ્રમ્પના 30 દિવસ: વિશ્વભરમાં ખળભળાટ, ભારતીયો પર પણ અસર, 16 નિર્ણયોથી વિશ્વભરમાં ચિંતા
February 21, 2025 06:38 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech