ભાવનગર શહેરના ખેડૂતવાસ વિસ્તારમાં રહેતા યુવાન પર અગાઉ બોલાચાલી ઝઘડો થયેલ હતો અને તે વખતે પોલીસ કેસ થયેલ હોય જે કેસ નામદાર કોર્ટમાં શરૂ હોવાથી તેની અદાવત રાખી અવારનવાર નાની નાની બાબતે બોલા ચાલી કરતા હોય અને જે અદાવત રાખી ગાળો બોલતા હોવાથી ગાળો બોલવાનું ના પડતા યુવાન પર હુમલો કરી ઝઘડો કરી તેની પાસેની છરી માથાના ઇજા પહોંચાડી હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.
આ બનાવ અંગે મળતી માહિતી અનુસાર ઘોઘારોડ પોલીસ મથક ખાતે કેયુરભાઈ કિશોરભાઈ ચૌહાણ (ઉં.વ.૨૭, રહે.ખેડૂતવાસ ૫૦ વારીયા વિજયાબેન પૂર્વ કોપરેટના ઘરની સામે મફતનગર) એ એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે, તેમના મિત્ર અજયભાઈ મેર, સાગરભાઈ ગોહિલ, મિત્રના પિતા ધીરુભાઇ ગોહિલ બુદ્ધદેવ સર્કલ પાસે આવેલ જીગરભાઈ વાળંદની દુકાન સામે ઉભા ઉભા વાતોચીતો કરતા હતા. તે વેળાએ તેઓના ઘર નજીક રહેતા ધરમશીભાઈ ડાભી ત્યાં આવી અગાઉ થયેલ ઝઘડાની અદાવત રાખી ગાળો બોલતો હોય જેથી તેને ગાળો નહીં બોલવા કહેતા ઉશ્કેરાઈ જઈ અને જોરજોરથી બૂમો પાડી ગાળો બોલતો હોવાથી તે સાંભળી તેના બે પુત્રો શક્તિભાઈ તથા વિકાસભાઈ બંને આવી ગયેલા અને તેઓ પણ ગાળો બોલવા લાગેલા જે તમામને ગાળો નહીં બોલવા જણાવ્યું હતું. અગાઉ થયેલ ફરિયાદનો કેસ કોર્ટમાં ચાલુ છે. તેમ કહેતા તેઓ ત્રણે જણા ઉશ્કેરાઈ જઈને યુવાનને માર મારવા આવતા તે વખતે ધરમશીભાઈના હાથમાં છરી હતી. તેનાથી યુવાનના માથાના ડાબા કાનની પાસે ઉપરના ભાગે મારી દીધેલ અને બૂમાબૂમ થયેલી અને તેના બંને છોકરાઓ શક્તિભાઈ તથા વિકાસભાઈના હાથમાં લાકડાના ધોકા હોય જેના વડે માર મારવા દોડી આવ્યા હતા. જોકે થોડીવારમાં બૂમા બુમ થતાં યુવાનના પત્ની પ્રીતિબેન તથા માતા જયશ્રીબેન વચ્ચે પડતા તેઓના વધુ મારથી છોડાવેલ અને આ તમા. ત્યાંથી નાસી છૂટ્યા હતા. અને જતા જતા જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા ગયા હતા. જ્યારે ઈજાગ્રસ્ત યુવનને ૧૦૮ એમ્બયુલેન્સમાં સર.ટી. હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ બનાવનું કારણ અગાઉ બોલાચાલી ઝઘડો થયેલ હતો. અને તે વખતે પોલીસ કેસ થયેલ હોય જે કેસ નામદાર કોર્ટમાં શરૂ હોવાથી તેની અદાવત રાખી અવારનવાર યુવાન સાથે નાની નાની બાબતે બોલાચાલી કરતા હોય અને જે અદાવતની દાઝ રાખી ગાળો બોલતા હોવાથી ગાળો નહીં બોલવા કહેતા આ ધરમશીભાઈ ડાભીએ છરી વડે હુમલો.કરાયો હતો. જે અંગે ઘોઘારોડ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરના હાપા બ્રિજ નીચે આવેલ ગોડાઉનમાં શોર્ટ સર્કિટના કારણે આગ
April 25, 2025 01:14 PMભારત ICC ટુર્નામેન્ટમાં પાકિસ્તાન સાથે નહીં જ રમે? આતંકવાદી હુમલા બાદ BCCIએ આઈસીસીને લખ્યો પત્ર
April 25, 2025 12:40 PMજામનગરના રાજવીએ એરપોર્ટની લીધી મુલાકાત
April 25, 2025 12:16 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech