BREAKING NEWS

ધોરાજીમાં કેરમ રમતા સમયે માથકૂટ બાદ યુવાન પર છરી વડે હુમલો કરાયો

  • April 21, 2026 02:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 રાજકોટ ધોરાજીના નસીબ ચોકમાં કેરમ રમતા સમયે માથાકૂટ થતા યુવાન પર છરી વડે હત્પમલો કરવામાં આવ્યો હતો. હત્પમલામાં ઘવાયેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે યુવાનની ફરિયાદ પરથી પોલીસે ગુનો નોંધી જરી કાર્યવાહી કરી હતી.
ધોરાજીના બહારપુરામાં રહેતા કિશોરભાઈ નારણભાઈ સોલંકી (ઉ.વ. ૪૪) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે ભયુ ઉર્ફે સતીષ શામજી પરમાર (રહે. ધોરાજી) નું નામ આપ્યું છે. યુવાને જણાવ્યું હતું કે, તે કડીયાકામ કરી ઘર પરીવારનુ ગુજરાન ચલાવે છે. તેઓ પાંચ ભાઈઓ તથા એક બહેન છે.
ગઈકાલે સાંજના સાડા આઠેક વાગ્યે તે ધોરાજીના આંબેડકરનગરમાં મીત્ર રામદાસ નરભેરામ ચૌહાણના ઘરે હતો તે વખતે મીત્ર હેંમત ચૌધરીનો ફોન આવેલ કે, તમારા ભાઇ દિલીપભાઈને નસીબ ચોકમાં ભયુ ઉર્ફે સતીષ શામજી પરમારે છરી મારી દિધી છે, અમે તેને સરકારી દવાખાને લઈને જઇ છીએ, જેથી યુવાન હોસ્પિટલ જતા દિલીપભાઈની સારવાર ચાલુ હતી અને તેને મોઢામાં ગાલે મોટો ચીરો પડી ગયેલ અને હોઠ કપાઇ ગયા હતા.
ફરીયાદીએ બનાવના કારણ અંગે જણાવ્યું હતું કે, દિલીપભાઈ તથા ભયુ ઉર્ફે સતીષ પરમાર કેરમ રમતા હોય તે વખતે કોઈ કારણોસર ઝગડો થતા ભયુએ દિલીપભાઈને છરીના ઘા મારી ગંભીર ઈજા પહોંચાડી હતી. બનાવ અંગેની ફરીયાદ પરથી પોલીસે ગુનો નોંધી જરી કાર્યવાહી કરી હતી..



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News