શહેરના બોરડીગેટમાં મોડી રાત્રે યુવાન પર આઠ શખ્સે હુમલો લૂંટ ચલાવી

  • August 30, 2024 05:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શહેરના બોરડીગેટ વિસ્તારમાં મોડી રાત્રે નજીક નજીકમાં બેઠેલા બે ગૃપના યુવાનો વચ્ચે નજીવી બાબતે ઝઘડો થયા બાદ આઠ જેટલા શખ્સે એક યુવકને માર મારી તેની સોનાની ચેઇન લૂંટી લેતા આ બનાવ અંગે ઘોઘારોડ પોલીસે આરોપીઓ સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
રાજભાઈ રમેશભાઈ મકવાણા (રહે.બોરડીગેટ)એ સુમીત જયેશભાઈ રાઠોડ, પ્રકાશ નાનજીભાઈ રાઠોડ, જગદીશ પુરૂષોત્તમભાઈ, ઓમીક પ્રકાશભાઇ રાઠોડ, પ્રકાશભાઈના સાળા, પ્રકાશભાઇના બનેવી, પ્રકાશભાઈની બે બહેન અને જોન્ટી વાઘેલા (તમામ રહે. બોરડીગેટ) સામે એવી ફરિયાદ નોંધાવી હતી કે  ફરિયાદી તેના ઘર પાસે તેના મત્રોરાજુ રવિ, વિજય અને હિતેશ સાથે બેઠા હતા તો થોડે દુર સુમીત તેના મિત્રો પ્રકાશ, જગદીશ અને ઓમીક સાથે બેઠા હતા.
દરમિયાનમાં સુમીત ફરિયાદી પાસે આવ્યો હતો અને તેણે ફરિયાદીનો કાઠલો પકડી તુ કેમ ગાળો આપે છે ? તેમ કહેતા ફરિયાદીએ અમો અંદરો અંદર મજાક કરીએ છીએ તને ગાળો રહ્ય નથી આપતા તેમ કહેતા ચારે શખ્સે શ્ર ફરિયાદીને ગડદાપાટુનો માર તા. માર્યો હતો. દરમિયાનમાં અન્ય તે આરોપીઓ પણ ધસી આવ્યાં હતા હન અને તમામે ફરિયાદીને માર માર્યો  હતો. મારમારી દરમિયાન કોઇ હ શખ્સે ફરિયાદનો સોનાનો ચેઇન હ લૂંટી લીધો હતો.આરોપીઓએ તુ  બહુ વાઇડાઇ કરે છે અને હવે પછી જો મજાક કરી છે તો જીવતા નહી છોડીએ તેવી ધમકી આપી હતી અને તમામ આરોપીઓએ ફરિયાદીને તેમજ તેના મત્રનો ગાળો આપી હતી. આ બનાવ અંગે ઘોઘારોડ પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application