જૂનાગઢના રવની ગામે ફાયરિંગની ઘટનામાં સલીમ નામના એક યુવાનનું મોત

  • March 09, 2023 05:58 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

Aajkaalteam

જૂનાગઢના રવની ગામે હોળીના તહેવારમાં હત્યાની ઘટના સામે આવી છે. જેમાં રવની ગામે ફાયરિંગની ઘટનામાં સલીમ નામના એક યુવાનનું મોત થયું છે. ઘટનાની જાણ થતાં  પોલીસ ઘટના સ્થળે તાત્કાલીક પહોચી તપાસ હાથ ધરી છે.


મળતી માહિતી પ્રમાણે જૂનાગઢના રવની ગામે ઘુળેટીની રાતે લોહીની હોળી ખેલાઈ હતી. જેમાં મોઢા પર બુકાની બાંધીને આવેલા બે શખસો દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યુ હતુ. આ ફાયરિંગમાં કુખ્યાત જુસબ અલ્લારખા સાંધના ભત્રીજા સલીમ સાંઘને ગોળી વાગી હતી. ઈજાગ્રસ્ત સલીમનું મૃત્યુ થયાનું જાણવા મળેલ છે. સમગ્ર ઘટના જૂનાગઢના રવની ગામે બની હતી. ઘટના અંગે પોલીસને કોલ મળતા તાત્કાલીક પોલીસ ઘટના સ્થળે પહોચી તપાસ હાથ ધરી હતી. હાલ તો પોલીસે ફરાર ફાયરિંગ કરનાર આરોપીને શોધવાની તજવીજ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application