અગાઉના ઝઘડાની દાઝે ક.પરામાં રહેતા યુવાન પર છરી વડે હુમલો

  • September 16, 2024 05:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરમાં મારામારીની બે ઘટના બની હતી જેમાં કુંભારવાડામાં બુમો પાડી રહેલા શખ્સને બુમા ન પાડવાનું કહેતા તેણે લાકડીથી હુમલો કર્યો હતો તો, કરચલીયાપરામાં અગાઉના ઝઘડાની અદાવત રાખી છરી સાથે ધસી આવેલા શખ્સે એક યુવાન પર છરીથી હુમલો કરી ઇંજા પહોંચાડી હતી. આ બન્ને બનાવ અંગે બોરતળાવ તેમજ ગંગાજળીયા પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
જ્યારે  કરચલીયાપરામાં રહેતા વિશાલ મહેશભાઇ ભીલકોળી નામના યુવાને નોંધાવેલી ફરિયાદ મુજબ રમેશ ઉર્ફે કટી રણછોડભાઈ ચૌહાણએ   ફરિયાદી તેના મિત્ર રોહન સાથે અજય પાન સેન્ટર પાસે બેઠો હતો ત્યારે આરોપી છરી સાથે ધસી આવ્યો હતો અને તેણે ફરિયાદીને કહ્યું હતું કે, તે કેમ મને ગાળો આપી હતી ? ત્યાર બાદ આ શખ્સે છરીથી હુમલો કરી ફરિયાદીને સાથળના ભાગે તેમજ કાંડાના ભાગે ઈંજા પહોંચાડી હતી. ફરિયાદી ભાગીને દુકાન જતો રહેતા આરોપીએ દુકાનમાં પણ બરણી સહીતનો સામાન તોડી નૂકશાન કર્યું હતું.
જ્યારે કુંભારવાડા વિસ્તારમાં રહેતા ઈમરાન રૂસ્તમભાઈ અલીભાઈ કુરેશીએ નોંધાવી ફરિયાદમાં આરોપી તરીકે સમીરભાઈ મહેબુબભાઈ ઉર્ફે ખાડાનું નામ જણાવ્યા છે. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે આરોપી ઘર પાસે બુમો પાડતો હોય ફરિયાદીએ બુમો પાડવાની ના કહેતા આરોપી ઉશ્કેરાઈ ગયો હતો. અને તુ ? કેમ મને. દેકારો કરવાની ના કહે છે ? તેમ જણવ્યા બાદ લાકડીથી હુમલો કરી ફરિયાદીને નાક પરઇંજા પહોંચાડી હતી. બોરતળાવ પોલીસે આ બનાવ અંગે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News