ગીતાંજલિ સોસાયટીમાં રહેતા યુવાનને પાડોશીએ કુંડાના ઠીકરા વડે માર માર્યેા

  • December 25, 2024 03:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગોકુલધામ મેઇન રોડ પર ગીતાંજલિ સોસાયટીમાં રહેતા અને ઘર પાસે જ મધુ હેડલ્યુમ નામની કપડાની દુકાન ધરાવનાર રોહિત કનૈયાલાલ મેર(ઉ.વ ૪૧) નામના યુવાને માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે પાડોશમાં રહેતા રવિ દિનેશભાઈ ભટ્ટીનું નામ આપ્યું છે.
યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે, તારીખ ૧૮૧૨૨૦૨૪ ના સવારના આઠેક વાગ્યે હત્પં પુત્ર જેનિશને સ્કૂલે મૂકીને પરત ઘર તરફ જતો હતો ત્યારે દોશી હોસ્પિટલ પાછળ શ્રદ્ધા ગાર્ડન પાસે પહોંચતા મારા ઘર સામે રહેતા રવિ ભટ્ટી અહીં હાજર હોય રવિએ મને બોલાવતા હત્પં ત્યાં ગયો હતો બાદમાં રવિએ કહ્યું હતું કે, તું કેમ મારા વિદ્ધ આવારનવાર પોલીસમાં અરજીઓ કરે છે તેમ કહી ગાળો આપવા લાગતા ગાળો દેવાની ના કહેતા ઝપાઝપી કરી ફડાકા મારી દીધા હતા બાદમાં અહીં ગાર્ડનમાં પડેલા કુંડાના ઠીકરા વડે મારમાર્યેા હતો ઝપાઝપીમાં યુવાન પડી જતા ગોઠણમાં ઈજા થઈ હતી બાદમાં રવિએ કહ્યું હતું કે જો તું હવે પછી મને હેરાન કરીશ તો તને જાનથી મારી નાખીશ.
યુવાને ફરિયાદમાં વધુમાં જણાવ્યું હતું કે, રવિ રસ્તે રખડતા કુતરા તેના ઘર પાસે ભેગા કરતો હોય અગાઉ યુવાનના પુત્ર જેનિશને કૂત કરડી જતા આ બાબતે રવિને કુતરા શેરીમાં ભેગા નહીં કરવા સમજાવતા રવિને સાં લાગ્યું ન હતું જેથી તેનો ખાર રાખી આ હત્પમલો કર્યેા હતો. યુવાનની ફરિયાદ પરથી માલવિયાનગર પોલીસે ગુનો નોંધી જરી કાર્યવાહી કરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે,અગાઉ રવિ ભટ્ટીએ રોહિત મેર સામે ફરિયાદ નોંધાવી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે,રોહિતે તેને શ્રદ્ધા ગાર્ડન પાસે તથા સિવિલ હોસ્પિટલમાં રોહિત અને તેની પત્ની અને પિતાએ આવી માર્યેા હતો



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application