BREAKING NEWS

એકતરફી પ્રેમમાં યુવક ભાન ભૂલ્યો, યુવતીના ભાઈને છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો, રાત્રે ખૂની ખેલ ખેલાતા પોલીસ દોડતી થઈ

  • November 23, 2025 11:26 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમદાવાદના વટવા GIDCમાં પ્રેમ પ્રકરણમાં યુવકની હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું છે. આરોપી યુવતીને પ્રેમ સંબંધ રાખવા દબાણ કરતો હતો. 


મળતી માહિતી મુજબ પ્રેમ પ્રકરણમાં મનિષ સુથાર નામના યુવકની હત્યા કરાઇ હોવાનું સામે આવ્યું છે. અશ્વિન ઝાલા નામના શખ્સે આ હત્યા કરી હોવાની વાત સામે આવી છે, ગતરાત્રીના 11 વાગ્યાની આસપાસ આ હત્યા થઈ હોવાની વાત સામે આવી છે, આરોપીએ મોઢા, ગળા અને છાતીના ભાગે છરીના ઘા માર્યા હોવાની વાત સામે આવી છે.


મૃતકની બહેનને આરોપી સાથે પ્રેમસંબંધ હતો અને આરોપી યુવતીને પ્રેમ સંબંધ રાખવા દબાણ કરતો તેને લઈ અવાર-નવાર ઝઘડો થતો હતો અને તેમાં હત્યાની ઘટનાને અંજામ અપાયો છે, વટવા GIDC પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.


ઘટનાની જાણ થતાની સાથે પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. મૃતદેહને પીએમ માટે ખસેડાયો છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે, પોલીસે આસપાસના સીસીટીવી પણ જપ્ત કર્યા છે, જેની સાથે પ્રેમસબંધ હતો તે યુવતીની પણ પૂછપરછ કરાઈ છે, પોલીસે આરોપીને શોધવા માટે અલગ-અલગ ટીમો પણ બનાવી છે, તો ટૂંક સમયમાં પોલીસની પકડમાં આરોપી આવી જશે તેવું પોલીસના સૂત્રોનું કહેવું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application