'હું તેના વગર જીવી શકું તેમ નથી અને મારા મોતની ખબર પલકને આપજો' આટલું લખીને વડોદરાના યુવાને આત્મહત્યા કરી જીવન ટૂંકાવ્યું

  • February 24, 2023 04:29 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

@aajkaalteam 


દીવસેને દિવસે આપઘાતના બનાવો સતત વધી રહ્યાં છે ત્યારે વડોદરામાં વધું એક યુવાને આપઘાત કર્યો છે. પંજાબથી વડોદરા આવેલા અને બાલાજી રેસિડન્સીમાં રહેતા અને મૂળ પંજાબના વતની નિશાંતસિંગ સંધું યુનિવર્સિટીમાં સિક્યોરિટી ગાર્ડ તરીકે નોકરી કરતો હતો. નિશાંતસિહના પિતા ગત 18 ફેબ્રુઆરીના રોજ ટ્રેનમાં પરત ફરતા હતા. ત્યારે જ તેઓને સમાચાર મળ્યા કે નિશાંતસિંહે વડોદરા સ્થિત ઘરના બેડરૂમમાં સિલીંગ ફેનમાં પાઘડી બાંધવાના ગમછાથી ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે.

આ બનાવની જાણ થતાં જ મકરપુરા પોલીસ અને  સ્ટાફ ઘટના સ્થળે પહોચી આવ્યો હતો. અને અને નિશાંતસિંના મૃતદેહને નીચે ઉતારી પોસ્ટમોર્ટમ માટે મોકલવાની તજવીજ હાથ ધરી હતી. ત્યારે નિશાંતસિંહ પાસેથી એક સ્યુસાઈડ નોટ પણ મળી આવી છે. સ્યુસાઈડ નોટમાં તેણે લખ્યું હતું કે વ્યાજખોરના ત્રાસથી હું  આત્મહત્યા કરી રહ્યો છું. ત્યારે આ બાબતે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહિ હાથ ધરી છે. 

સ્યુસાઈડ નોટમાં નિશાંતસિંહે લખ્યું હતું કે મૈ નિશાંતસિંહ અપને પૂરે હોશો હવાસમાં લીખ રહા હું. અપની જીંદગી ખતમ કરને જા રહા હું., મેરી સુસાઈડ કરને કી દો  સબસે બડી વજહ હૈ, મૈને એક અક્ષય નામ કે લડકે સે પૈસે લીયે થે 20 હજાર. તેના વ્યાજ સહિત 32000 દીયે હૈ. જીસમે મૈને 5 હજાર વાપસ કર દીયે હૈ. બાકી પૈસે અભી મેરે પાસ નહી. જબ મેરે પાસ પૈસે આ જાયેગે તો મેં દે દુંગા ઔર અક્ષય લડકા મુઝે બાર બાર કોલ કરતા હૈ ઔર મે પરેશાન હો કર કભી કભી કોલ નહી ઉઠાતા હું.  ઔર જબ ફોન ઉઠાતા હું તો મુઝે ધમકી દે દેતા હૈ.ઔર  મેરી ટુ વ્હીલર ઉસકે પાસ હૈ ઔર પોલીસને રિક્વેસ્ટ કરતા હૂં કે અક્ષય જેસે લોગો કો માફ મત કરના.

સ્યુસાઈડ નોટમાં અંતમાં છેલ્લે તેણે લખ્યું હતું કે મૈ પલક નામકી લડકી સે પ્યાર કરતા હું ઔર યે પલક નીતિન સક્સેના નામ કે ઈસમ કે સાથ મથુરા મે રહતી હૈ. છેલ્લા ચાર દિવસથી મારી પલક સાથે વાત થઈ નથી. હું પલકને સાચો પ્રેમ કરૂ છું. પરંતું તે મને પ્રેમ કરતી નથી. હું તેના વગર જીવી શકું તેમ નથી. જેથી હું સ્યુસાઈડ કરુ છું મારી સુસાઈડની જાણ પલકને કરજો.


આ મામલે યુવકના પિતા દલબિંરસિંહે જણાવ્યું હતું કે મારા ત્રણ પુત્રો છે. તેમાં નિશાંતસિંહ અને  સતનામસિંહ બંને સિક્યોરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા હતા.  જ્યારે એક છોકરો ઓસ્ટ્રેલિયામાં સ્થાયી થયો છે. વ્યાજખોરને કડકમાં કડક સજા મળે તેમ નિશાંતસિંહના પિતાએ માંગ કરી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application