ફાયર બ્રિગેડે મૃતદેહ બહાર કાઢયો : અકસ્માતે બનેલો બનાવ
જામનગર નજીક મોરકંડા ધાર પાસે નાગમતી નદીમાં ગઇકાલે બપોર બાદ એક મહિલાનો મૃતદેહ પડયો હોવાની વિગતો મળતા ફાયર બ્રિગેડની ટુકડીએ તાકીદે ત્યાં દોડી જઇ બહાર કાઢીને પોલીસને જાણ કરી હતી, દરમ્યાનમાં મરનાર મોરકંડા ધાર ખાતે રહેતા અને ઘર તરફ જતી વેળાએ અચાનક પાણી ભરેલો ખાડો આવી જતા ડુબી જવાથી મૃત્યુ થયાનું જાણવા મળ્યુ હતું.
જામનગર તાલુકાના મોરકંડા ધાર વેલનાથ શાળાની પાસે રહેતા રેખાબેન જગદીશભાઇ ચૌહાણ (ઉ.વ.૨૫) નામની યુવતિ ગઇકાલે મોરકંડા ગામમાંથી ખરીદી કરીને ઘરે પરત જઇ રહયા હતા ત્યારે નાગમતી નદીમાં થોડુ વધુ પાણી ભરેલ હોય જેમાં વચ્ચે રસ્તાઓ હોય ત્યાથી પસાર થતા હતા.
દરમ્યાન અચાનક ઉંડુ પાણી ભરેલો ખાડો આવી જતા તેમા પડી જતા ડુબી જવાના કારણે મૃત્યુ નિપજયુ હતું, આ અંગેની જાણ જગદીશ વાલજીભાઇ ચૌહાણ દ્વારા પંચ-બીમાં કરવામાં આવી હતી.
***
રાંદલનગરમાં યુવાનનો ગળાફાંસો ખાઇને આપઘાત
જામનગરના રાંદલનગરમાં રહેતા યુવાને ગઇકાલે પોતાના ઘરે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા શોકની લાગણી ફેલાઇ ગઇ હતી.
રાંદલનગર વિસ્તારમાં રહેતા રાજદીપસિંહ ભુપતસિંહ જાડેજા (ઉ.વ.૨૧) નામના યુવાન છેલ્લા પંદરેક દિવસથી બિમાર હોય અને જે જમતો તે ઉલ્ટીઓ થઇ જતી હતી, જેનાથી કંટાળી જઇ ગઇકાલે પોતાના ઘરે પંખામાં સાડી વડે ગળાફાંસો ખાઇ લેતા મૃત્યુ નિપજયુ હતું.
આ અંગે રાંદલનગરમાં રહેતા મંડપ સર્વિસના ધંધાર્થી ભુપતસિંહ હરીસિંહ જાડેજાએ સીટી-બી પોલીસમાં જાણ કરતા પીએસઆઇ કે.એન. જાડેજા દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
***
દ્વારકામાં બીમારી સબબ ભિક્ષુક વૃદ્ધનું મૃત્યુ
દ્વારકામાં સ્વૈચ્છિક ભિક્ષુક સેવા કેન્દ્ર ખાતે રહેતા ભરતભાઈ મંગલદાસ પાંવ નામના ૭૫ વર્ષના ભિક્ષુક વૃદ્ધે છેલ્લા ત્રણેક દિવસ ખાવા-પીવાનું બંધ કરી દીધા બાદ તેમનું કુદરતી મૃત્યુ નીપજ્યું હોવા અંગેની જાણ દ્વારકા પોલીસમાં કરાઈ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટ્રમ્પની જીત પછી ભારતીય મૂળની આ મહિલા પણ ચર્ચામાં, બની શકે છે અમેરિકાની સેકન્ડ લેડી
November 07, 2024 11:37 PMગુજરાતમાં નકલીની ભરમાર: હવે ભરૂચમાંથી ઝડપાયો નકલી ક્રાઈમ બ્રાન્ચ અધિકારી
November 07, 2024 10:39 PMગુજરાતમાં દારૂબંદી હોવા છતા આ જિલ્લામાં બહાર પડાયું ડ્રાય ડેનું જાહેરનામું, દારૂના વેચાણ પર પ્રતિબંધ
November 07, 2024 10:33 PMસોમનાથ ટ્રસ્ટની નકલી વેબસાઈટથી રહેજો સાવધાન, ઓનલાઈન બુકિંગ કરાવતા પહેલા રાખજો આ ધ્યાન
November 07, 2024 10:30 PMસેમિકન્ડક્ટર પોલિસી અમલમાં મૂકનાર ગુજરાત પ્રથમ રાજ્ય, કેન્દ્રએ 76000 કરોડનું જંગી બજેટ ફાળવ્યું
November 07, 2024 10:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech