કલ્યાણપુર તાલુકાના રાણ ગામે રહેતા મોહનભાઈ દેવશીભાઈ કણજારીયા નામના 23 વર્ષના સતવારા યુવાનને ગત તારીખ 28 એપ્રિલના રોજ પોતાના ઘરે એકાએક ઉલટી થઈ હતી. ત્યાર બાદ તેમને પેટના ભાગે અસહ્ય દુખાવો ઉપાડતા તેમને વધુ સારવાર અર્થે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ મૃતકના પિતા દેવશીભાઈ મનજીભાઈ કણજારીયા (ઉ.વ. 54, રહે. રાણ) એ કલ્યાણપુર પોલીસને કરી છે.
બાંકોડીમાંથી વિદેશી દારૂ સાથે પરપ્રાંતિય શખ્સ ઝડપાયો
રાજસ્થાન રાજ્યના ભીલવાડા તાલુકાનો મૂળ વતની અને હાલ કલ્યાણપુર તાલુકાના બાંકોડી ગામે રહેતો માલસિંહ બાબુસિંહ રાવત નામના 35 વર્ષના શખ્સને પોલીસે વિદેશી દારૂને એક બોટલ સાથે ઝડપી લીધો હતો. દારૂની આ બાટલી તેણે ભોપલકા ગામના દિગુભા ઉર્ફે લાલો હાલુભા જાડેજા પાસેથી મેળવી હોવાની કબુલાત તેણે પોલીસ સમક્ષ આપી હતી. જે અંગે કલ્યાણપુર પોલીસે ગુનો નોંધ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરની શાળાઓમાં વેકેશન શરુ: ગુણોત્સવનું પરીણામ હજુ અઘ્ધરતાલ
May 13, 2025 12:00 PMફલ્લા નજીક એકટીવાની આડે ઉતરેલા શ્ર્વાનને બચાવવા જતા અકસ્માતમાં એક યુવાનનું મૃત્યુ
May 13, 2025 11:57 AMકાન્સ ફિલ્મ ફેસ્ટિવલ માટે ખાસ ડ્રેસ કોડ જારી
May 13, 2025 11:55 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech