રાજકોટના કુવડવા રોડ પર આવેલા બેટી ગામ પાસે બાઇક આડે ઢોર ઉતરતા બાઇક સ્લીપ થઇ ગયું હતું જેમાં બાઇક ચાલક અને તેની પાછળ બેઠેલા તેના મિત્રને ઇજા પહોંચી હતી.ગંભીર રીતે ઘવાયેલા બાઇક ચાલકે અઠવાડિયાની સારવાર બાદ દમ તોડી દીધો હતો.રાજકોટમાં કોઠારીયા રોડ પર રહેતો યુવાન તેના મિત્ર સાજે ચોટીલા પૂનમ ભરવા ગયા બાદ પરત ફરતી વેળાએ આ અકસ્માતની ઘટના બની હતી.
અકસ્માતના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, રાજકોટમાં કોઠારીયા રોડ પર તિરુપતિ -૪માં રહેતા ઉમેશભાઈ હીરાભાઈ ભારદીયા(ઉ.વ ૪૨) નામનો યુવાન સ્વાતિ પાર્કમાં રહેતા મિત્ર પરેશભાઈ બાવળિયા સાથે બાઈક પર સાત દિવસ પહેલા ચોટીલા પૂનમ ભરવા ગયો હતો. જ્યાંથી પરત ફરતી વેળાએ બેટી પાસે ખૂટીયો આડે ઉતરતા બાઈક સ્લીપ થતાં અકસ્માત સર્જાયો હતો.જેમાં ઘવાયેલા ઉમેશભાઈ અને પરેશભાઈ બંનેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેમાં સારવાર દરમિયાન ઉમેશભાઈએ દમ તોડી દીધો હતો. મૃતક ઉમેશભાઈ બે ભાઈ અને એક બહેનમાં નાના હતા અને જમીન મકાન લે વેચનું કામકાજ કરતા હતા.બનાવને પગલે યુવાનના પરિવારમાં શોક છવાય ગયો હતો.આ અંગે એરપોર્ટ પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.અકસ્માતના અન્ય એક બનાવમાં ચોટીલાના લાખણકા ગામે રહેતો જયસુખ ધોધાભાઇ ખોરાણા (ઉ.વ ૨૩) નામનો યુવાન રાત્રીના ચોટીલા પાસે બાઇક લઇને જતો હતો ત્યારે બાઇક સ્લીપ થઇ જતા યુવાન ગંભીર રીતે ઘવાયો હતો.જેનું સારવાર દરમિયાન મોત થયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech