રાજુલાથી મહુવા જવા નીકળેલા યુવાનનું વાહન અકસ્માતમાં મોત નીપજ્યું હતું. રાજુલા બેન્કમાં નોકરી કરતા રાજસ્થાની યુવાન પોતાની મોટરસાયકલ લઇને રાજુલાથી ભાવનગર તરફ જઈ રહ્યો હતો. ત્યારે મહુવા-ભાવનગર હાઇવે રોડ પર લોંગડી ટોલ નાકા પાસે આવેલ, સોશિયલ મીડીયા આશ્રમ સામે પહોચતા, સામેથી એક બોલેરો ગાડીના ચાલકે પુર ઝડપે બેફીકરાઈથી માણસની જિંદગી જોખમાય તેમ ગફલત ભરી રીતે ચલાવી મોટરસાયકલને અડફેટે લેતા ગંભીર ઈજા પહોંચતા મૃત્યુ નીપજવા પામ્યું હતું. જ્યારે બોલેરો ચાલક વાહન સ્થળ પર જ મુકી નાસી છૂટ્યો હતો.
આ બનાવ અંગે મળતી માહિતી અનુસાર બગદાણા પોલીસ મથક ખાતે પંકજકુમાર નરેશકુમાર શર્મા (ઉ.વ.૩૩ ધંધો. નોકરી રહે.તુલસી સોસાયટી રાજુલા જી.અમરેલી મુળ વતન.ચરખીદાદરી, વોર્ડ નં-૧૭ હરીયાણા)એ એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે, તેઓ રાજુલામાં આવેલ બેન્ક ઓફ બરોડાની બ્રાંચમાં મેનેજર તરીકે નોકરી કરે છે. તેમજ રાજુલા બ્રાંચમાં આસીસ્ટન્ટ મેનેજર તરીકે ફરજ બજાવતા સંજયકુમાર ગોકુલચંદ મીણા (રહે.હાલ. રાજુલા, મુળવતન ગામ, મોટી ડુંગરી, અલવર, રાજસ્થાનના) પોતાની મોટર સાયકલ આરજે ૦૨ ઈએસ ૫૫૫૫ લઇને તેમના કોઇ કામ અર્થે રાજુલાથી ભાવનગર જવા નીકળ્યા હતા. ત્યારે રાજુલા પોલીસ સ્ટેશનથી ફરિયાદીને ફોન આવેલ અને જણાવેલ કે, તેઓની બેન્કમાં નોકરી કરતા સંજયકુમાર મિણાનું વાહન અકસ્માત મહુવા -ભાવનગર હાઇવે, લોંગડી ટોલ નાકા પાસે આવેલ સોશિયલ મીડીયા આશ્રમ સામે થયેલ છે. અને તેને મહુવા સરકારી દવાખાને લાવેલ છે. જેની જાણ થતા ફરિયાદી તાત્કાલીક મહુવા સરકારી દવાખાને પહોંચ્યા હતા. ત્યારે સંજયકુમાર મીણાને માથાના ભાગે તેમજ શરીર પર ગંભીર ઇજા થઇ હતી. અને ત્યાંના ફરજ પરના હાજર તબીબે સંજયકુમાર મીણાને મરણ ગયેલ જાહેર કરાયા હતા. જે બનાવમાં સોશિયલ આશ્રમ સામે પહોંચતા બોલેરો ગાડી નંબર જીજે ૦૪ આરડબલ્યું ૪૬૧૧ ચાલકે પોતાનું વાહન પુર ઝડપે બેફીકરાઈથી માણસની જિંદગી જોખમાય તેમ ગફલત ભરી રીતે ચલાવી અને મોટરસાયકલ સાથે ભટકાડી સંજયકુમાર મીણાને ગંભીર ઇજા કરી મોત નિપજાવી બોલેરો ચાલક પોતાનું વાહન ત્યાંજ મુકી નાસી છૂટ્યો હતો. જે અકસ્માત અંગે મૃતક યુવાનમાં મિત્રએ બોલેરો ચાલક સામે ફરિયાદ નોંધાવતા બગદાણા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખ્યાતિ હોસ્પિટલ કાંડના આરોપી કાર્તિક પટેલને બે દિવસના હંગામી જામીન મંજૂર
May 13, 2025 07:38 PMજામનગરમાં શહેર કોગ્રેસ અને સેવા દળની જય હિન્દ પદયાત્રા યોજાઈ
May 13, 2025 07:06 PMદ્વારકા જિલ્લાના બજાણા ગામે વીજ પોલ ધરાશાઈ થતા બની ગંભીર ઘટના..
May 13, 2025 06:49 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech