BREAKING NEWS

ઉપલેટાના મોજીરાના યુવકે ફાયનાન્સ કંપનીની પઠાણી ઉઘરાણીથી કંટાળી આપઘાત કરી લીધો

  • April 25, 2026 11:35 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ ઉપલેટા તાલુકાના મોજીરા ગામે રહેતાં યુવાને ફાયનાન્સ કંપનીની પઠાણી ઉઘરાણીથી કંટાળી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. અમદાવાદની ફિનસ્ટાર્સ કેપીટલમાંથી યુવાને ધંધા માટે .૩ લાખની લોન લીધી હતી, છેલ્લા ચાર હામાં પહોંચી ન શકતા કંપનીના કર્મીઓએ યુવક અને પરીવારને સતત ધમકી આપતા યુવાને આ પગલું ભરી લીધું હતું. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી જરી કાર્યવાહી કરી હતી.
બનાવ અંગે ઉપલેટામાં મોજીરા ગામે નદી વિસ્તારમાં રહેતાં વિનોદભાઈ વજુભાઈ રાજગર (ઉ.વ.૫૫) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે અમદાવાદમાં આવેલ ફિન સ્ટાર્સસ કેપીટલ લિમિટેડના કર્મચારી સહિતના શખસોના નામ આપતાં ભાયાવદર પોલીસે મરવા મજબૂર કર્યા અને ધમકી સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.
ફરીયાદીએ જણાવ્યું હતું કે, તેઓ છુટક મજુરી કામ કરે છે. તેઓને સંતાનમાં બે દીકરા તથા એક દીકરી છે. તેમના પુત્ર અર્જુનને ધંધા માટે પૈસાની જરીયાત હોય જેથી વર્ષ ૨૦૨૨ ના અંતમાં તેઓ એ ફિનસ્ટાર કેપિટલ નામની ફાઇનાન્સ કંપનીમાંથી .૩ લાખની લોન લીધી હતી. દીકરાને આ લોન માટે દર મહીને .૮૨૮૬ હો ભરવાનો હતો. જેમાં પ્રથમ હો તા.૦૫૦૨૨૦૨૩ થી ચાલુ થયેલ અને કુલ ૬૦ હા હતા.
ત્યારબાદ અર્જુન રેગ્યુલર આ ફાઈનાન્સ કંપનીને હા ભરતો હતો. છેલ્લા ત્રણ–ચાર મહીનાથી અર્જુન ભંગારનો ધંધો કરતો હતો તે ધંધો ચાલતો ના હતો જેથી આર્થીક સ્થીતી નબળી હોવાથી ફાઈનાન્સ કંપનીને હા ભરી શકતો ન હતો. જેથી આ ફાઈનાન્સ કંપનીના કર્મચારી દીકરાને અવાર નવાર ફોન કરી પૈસા ભરી આપવા માટે દબાણ કરતા હતા. જેથી દીકરો છેલ્લા ત્રણેક મહીનાથી સતત માનસિક તણાવમાં રહેતો અને પંદરેક દીવસ પહેલા અર્જુને વાત કરેલ કે, બાપુજી મે લોન લીધેલ તેમાં હા ભરી શકતો નથી જેથી તે ફાઈનાન્સ કંપનીના કર્મચારી મને ફોન કરીને હા ભરવા દબાણ કરે છે અને હાલ મારી પાસે પૈસા નથી, મરવાનો વારો આવશે તો તે કહે કે તુ મરી જા મરવુ હોય તો અમને કોઈ ફેર ના પડે તેમ કહી ધમકાવે છે.જેથી દીકરાને હિંમત આપેલ અને કહેલ કે, બધુ સા થઈ જાશે ધંધો ચાલશે એટલે હા ભરાઈ જશે. બાદમાં ગઈ તા.૨૨ ના બપોર બાદ ફોન આવેલ અને દીકરો કયા છે તે બાબતે પુછેલ હતુ. જેથી તેને કહેલ કે, કેટલા હા બાકી છે તો તેઓએ કહેલ કે ચાર અને તમારા દીકરાને કહેજો હો ભરી જાય.
બાદમાં ગઇ તા.૨૩ ના અર્જન ઘરેથી ગયા બાદ પરત ન ફરતા પરિવારજનો મોજીરાથી ભાંખ રોડ ઉપર આવેલ સમાધીએ ગયેલ તો ત્યા સમાધીની બાજુમાં એક લીમડામાં અર્જુન ચુંદળી વડે ગળાફાસો ખાધેલ હાલતમાં લટકતો હતી. જેથી તુરતં જ તેને ઉતારેલ અને ઘરે લઈ આવી ૧૦૮ ને જાણ કરતાં દોડી આવેલ ૧૦૮ ની ટીમે યુવકને તપાસી મૃત જાહેર કર્યેા હતો.
યુવાનના પેન્ટના ખીસ્સામાં પાકીટમાં એક કાગળમાં લખેલ ચીફઠી મળી આવેલ હતી જેમાં લોન વાળા હેરાન કરતા 'તા મને ફીન્સ્ટાર બેંક અમદાવાદ કેસ કરવાની ધમકી આપતા હતા, મને આજીવન જેલ થાશે, મને બજાજ લોન ઉપલેટા વ્યાજ વાળા હેરાન કરતા હતા, વ્યાજ ૧૦ ટકા અને ૧૫ ટકા લેતા હતા. મારા પરીવારને હેરાન ના કરતા મારી પાસે પીયા દેવાના નહોતા તેમ લખેલ હતુ.બનાવ અંગેની ફરીયાદ પરથી ભાયાવદર પોલીસે ગુનો નોંધી ઈન્ચાર્જ પીઆઈ એ.બી.જાડેજા તથા સ્ટાફે તપાસ હાથ ધરી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application