જૂનાગઢના યુવકને મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ ના કર્મચારીની ઓળખ આપી એક શખ્સે ડ્રગ્સ કેસમાં ફસાવી દેવાનું દબાણ કરીને એક દિવસ સુધી યુવાનને ડિજિટલ એરેસ્ટ કરી બેન્ક ખાતામાંથી૨૬.૧૫ લાખ ટ્રાન્સફર કરીને માનસિક ત્રાસ આપી વિશ્વાસઘાત છેતરપિંડી અંગે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.
આ અંગે પ્રા વિગત મુજબ જુનાગઢ ઓફિસ પાસે શશીકુંજ રોડ પર ભાગ્યલમી સોસાયટીમાં રહેતા અને બેંગ્લોરની સ્પ્રીન્કલર કંપનીમાં સિનિયર કન્સલ્ટન્ટ તરીકે વર્ક હોમ તરીકે કામ કરતા મનન શશીકાંત મહેતા એ સાયબર સેલ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં ૧૨ જૂન ૨૦૨૪ ના તે તેના ઘરે હતો ત્યારે અજાણ્યા નંબર માંથી કોઈ વ્યકિતએ ફોન કરીને અંગ્રેજીમાં વાત કરતા કહ્યું હતું કે કુરિયર કસ્ટમર અધિકારી બોલે છે તેના આધાર કાર્ડનો ઉપયોગ કરીને મનનના નામે મુંબઈથી તાઇવાન મોકલવામાં આવેલ છે. જે પાર્સલમાં ચાર કિલો કપડાં, પાંચ પાસપોર્ટ, લેપટોપ અને૨૦૦ ગ્રામ એમડી ડ્રગ્સ તથા ૩૫ હજાર રોકડા મળી આવ્યા છે.
ત્યારબાદ આજ મામલે વિક્રમસિંહ નામના સખસ દ્રારા મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ ના કર્મચારીની ઓળખ આપીને મનનને સ્કાય કેમેરા દ્રારા ઓનલાઇન લીધો હતો અને એક દિવસ સુધી ઓનલાઇન કેમેરામાં જ સામે રાખ્યો હતો અને સતત માનસિક ત્રાસ આપીને ઘરની બહાર ન નીકળવા દહીં ઘરમાં ગુંદી રાખીને ડિજિટલ રેસ્ટ કરીને ડ્રગ્સ કેસમાં ફસાવી દેવાનું દબાણ ઊભું કરી મનનના બેંક ખાતામાંથી ૨૬.૧૫ લાખની રકમ ઓનલાઈન ટ્રાન્સફર કરી લીધા હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખ્યાતિ હોસ્પિટલ કાંડના આરોપી કાર્તિક પટેલને બે દિવસના હંગામી જામીન મંજૂર
May 13, 2025 07:38 PMબ્રિટનના PM કીર સ્ટાર્મરના ઘરમાં લાગી આગ, ટેરર એંગલથી તપાસમાં એક આરોપીની ધરપકડ
May 13, 2025 07:21 PMજામનગરમાં શહેર કોગ્રેસ અને સેવા દળની જય હિન્દ પદયાત્રા યોજાઈ
May 13, 2025 07:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech