ઉપલેટા તાલુકાના જાર ગામે રહેતો યુવાન મિત્ર સાથે કપડા લેવા માટે ઉપલેટા જતો હતો દરમિયાન રબારીકા પાસે ખાનગી બસે બાઇકને હડફેટે લેતા ગંભીર ઇજા થવા સબબ યુવાનનું મોત થયું હતું જયારે તેના મિત્રને ઇજા પહોંચી હતી.બનાવને લઇ યુવાનના પરિવારમાં માતમ છવાય ગયો હતો.
અકસ્માતના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ,રબારીકા પાસે ખાનગી બસે બાઈકને હડફેટે લેતા અશ્વિન કેશુભાઈ સોલંકી(રહે. જાર ગામ, તા. ઉપલેટા) નામના યુવાનનું મોત થયું હતું.જયારે એકને ઇજા થઇ હતી.ઈજાગ્રસ્ત અજીમ મુંગરભાઈ સોરા (ઉ.વ.૨૦, રહે જાર ગામ, તા.ઉપલેટા)એ જણાવ્યું કે, હત્પં મજૂરીકામ કં છું તથા ટ્રેકટર ચલાવું છું. તા.૧૬૧૨૨૦૨૪ના રોજ મારા મિત્ર અશ્વિન કેશુભાઈ સોલંકીને ઉપલેટા કપડાં લેવાના હોય જેથી હત્પં મારા શેઠ સુલેમાનભાઈ મથુપૌત્રાની મોટરસાઇકલ જીજે ૦૩ એમજે ૫૨૧૬ લઈને સાંજના ૭.૩૦ વાગ્યા આસપાસ જારથી ઉપલેટા જવા નીકળ્યો હતો.
બાઈક અશ્વિન ચલાવતો હતો. હત્પં પાછળ બેઠો હતો. આઠ વાગ્યાની આસપાસ રબારીકા ગામેથી થોડે આગળ જતા સામેથી ફુલ સ્પીડમાં એકતા ખાનગી બસ આવતા અમારા મોટરસાયકલ સાથે અથડાઈ હતી. અમે બંને ફાંગોળાઈ રોડ પર પડા હતા. મને મોઢાના ભાગે તથા દાઢીએ વાગી ગયેલ. મારા મિત્ર અશ્વિનને માથામાં ઇજા થતા લોહી લુહાણ થઈ ગયેલ. મેં બસના નંબર જોતા જીજે ૦૩ બીઝેડ ૯૬૮૩ લખેલ જોવામાં મળેલ. ત્યારબાદ મને ચક્કર આવતા બેભાન થઈ ગયેલ હતો. ભાનમાં આવ્યો ત્યારે હત્પં ઉપલેટાની ક્રિષ્ના હોસ્પિટલ ઉપલેટામાં સારવાર હેઠળ હતો. મારા કાકા યુનુસભાઈ સોરા હાજર હતા. તેઓએ જણાવેલ કે, તારા મિત્ર અશ્વિનને ઉપલેટા સરકારી દવાખાને ખસેડો હતો યાં ડોકટરે તેને મૃત જાહેર કર્યેા હતો. ભાયાવદર પોલીસે ઈજાગ્રસ્ત અજીમની ફરિયાદ પરથી બસ ચાલક સામે ગુનો નોંધી જરી કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech