કલ્યાણપુરના વૃદ્ધનું હાર્ટ એટેકથી મોત
ઓખાની મેઈન બજાર વિસ્તારમાં રહેતા અને ફોરમેન તરીકે નોકરી કરતા મધ્યપ્રદેશ રાજ્યના ભોપાલના મૂળ રહીશ એવા અજયગીરી ભગેલુગીરી ગીરી નામના 37 વર્ષના બ્રાહ્મણ યુવાન મંગળવારે રાત્રીના સમયે જમીને તેમના ઘરની બાલ્કનીમાં સુતા હતા. ત્યારે તેમને હૃદયરોગનો હુમલો જીવલેણ હુમલો આવી જતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ તેમની સાથે રહેતા અને ફોરમેન તરીકે કામ કરતા ઉતર પ્રદેશ રાજ્યના રાજારામ મનીરાજ ગૌતમ (ઉ.વ. 54) એ ઓખા મરીન પોલીસને કરી છે. કલ્યાણપુર તાલુકાના ટંકારીયા ગામે રહેતા રામાભાઈ ભીમશીભાઈ જાદવ નામના 62 વર્ષના કોળી વૃદ્ધનું હાર્ટ એટેકના કારણે મૃત્યુ નિપજ્યું હોવાની જાણ મૃતકના પુત્ર હિતેશભાઈ રામાભાઈ જાદવ (ઉ.વ. 43) એ કલ્યાણપુર પોલીસને કરી છે.
_________________________________________________________________________
નંદાણા નજીક કારની અડફેટે બાઈક સવાર ઇજાગ્રસ્ત
ખંભાળિયા - દ્વારકા માર્ગ પર કલ્યાણપુર તાલુકાના નંદાણા ગામના પાટીયા તરફ જતા માર્ગે પુરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલી જી.જે. 03 એમ.એલ. 5637 નંબરના એક હોન્ડા મોટરકારના ચાલકે તેમની કાર ગફલતભરી રીતે ચલાવી અને આ માર્ગ પર જી.જે. 37 સી. 7545 નંબરના મોટરસાયકલ પર જઈ રહેલા ભાટીયા ગામના કાળુભાઈ ઘેલુભાઈ આંબલીયા નામના યુવાનને અડફેટે લેતા તેમને હેમરેજ સહિતની નાની-મોટી ઈજાઓ સાથે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે ભાવેશભાઈ ઘેલુભાઈ આંબલીયાની ફરિયાદ પરથી કલ્યાણપુર પોલીસે કારના ચાલક સામે આઈ.પી.સી. કલમ 279, 337, 338 હતા એમ.વી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.
_________________________________________________________________________
ખંભાળિયાના તબીબનું મોટરસાયકલ ચોરાયું
ખંભાળિયામાં જોધપુર વિસ્તારમાં આવેલા આશીર્વાદ એપાર્ટમેન્ટમાં રહેતા ડો. નીરજભાઈ પરસોતમભાઈ ભૂત નામના 30 વર્ષના યુવાને તેમના ઘર નીચે પાર્ક કરેલું રૂ. 10,000 ની કિંમતનું જી.જે. 10 બી.એલ. 5555 નંબરનું મોટરસાયકલ કોઈ તસ્કરો ચોરી કરીને લઈ ગયા હોવાની ફરિયાદ અહીંના પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.
_________________________________________________________________________
ઓખા મંડળની પરિણીતાને ત્રાસ આપતા સાસરિયાઓ સામે ફરિયાદ
ઓખા મંડળના પોસીત્રા ગામે હાલ રહેતી અને રાયમલભાઈ લુણાભાઈ ચાનપાની 22 વર્ષની પરિણીત પુત્રી દેવીબેન નાયાભાઈ ચાસીયાને તેણીના લગ્ન જીવન દરમિયાન મૂળવાસર ગામે રહેતા તેણીના પત્ની નાયાભાઈ જેઠાભાઈ ચાસીયા, સાસુ પુંજીબેન તથા પ્રવીણ જેઠાભાઈ અને સસરા જેઠાભાઈ ધનાભાઈ દ્વારા મેણા ટોણા મારી, હેરાન પરેશાન કરતા આ અંગે ઓખા મરીન પોલીસ મથકમાં સ્ત્રી અત્યાચારની કલમ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationIPL 2025: રોમાંચક મુકાબલામાં રાજસ્થાનને 11 રને હરાવ્યું, છેલ્લી ઓવરમાં હેઝલવુડે પલ્ટી બાજી
April 24, 2025 11:53 PMરશિયાનો કીવ પર ભીષણ હુમલો, 8ના મોત, 70થી વધુ ઘાયલ
April 24, 2025 11:48 PMભારતની કાર્યવાહી બાદ પાકિસ્તાને એરસ્પેસ-વેપાર પર લગાવી રોક
April 24, 2025 07:08 PMકલેક્ટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો
April 24, 2025 06:45 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech