રાજકોટ : કાગદડી નજીક મિત્રને બાઈક અથડાવવા થયેલી માથાકૂટના સમાધાનમાં ગયેલા બેડી (વાચ્છકપર) ગામના યુવકને ચાર શખસોએ ધોકા વડે માર મારતા ઇજા થવાથી સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે યુવકની ફરિયાદના પરથી કુવાડવા પોલીસે હરેશ નાગજીભાઈ હાડગરડા, અક્ષય મોતીભાઈ હાડગરડા, વિશાલ કમલેશભાઈ હાડગરડા, તુષાલ ઉર્ફે બુટો કમલેશભાઈ હાડગરડા (રહે-તમામ બેડી(વાચ્છકપર) સામે ગુનો નોંધ્યો છે. બનાવની પ્રાપ્ત વિગત મુજબ બેડી(વાચ્છકપર) ગામે રહેતો અને ડ્રાઇવીંગ કામ કરતો અજય નાનજીભાઈ ટોયટા (ઉ.વ.23)ને મિત્ર તુષાલનો ફોન આવ્યો હતો અને ફોનમાં જણાવ્યું હતું કે, મારે તારા માસીયાઈ કાનાભાઈ હાડગરડા સાથે વાહન ઓવરટેક કરવા બાબતે માથાકૂટ થઇ છે આથી તેનું સમાધાન કરવા માટે તું આવ, આથી યુવક બાઈક લઈને કાગદડી ગામ પાસે આવેલી કનૈયા હોટેલ પાસે પહોંચતા ત્યાં હાજર હરેશ, મોતી, વિશાલ, તુષાલ ઉર્ફે બુટોએ મળી ગાળાગાળી કરી ધોકા વડે હુમલો કરતા યુવકને ઇજા થઇ હતી, યુવકને વધુ મારથી બચાવવા માટે માસીયાઈ કાનાભાઇ, મોટોભાઈ ભરત અને વિજય સહિતના આવી જતા તેને પણ મારમાર્યો હતો. યુવકને 108 મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે કુવાડવા રોડ પોલીસને જાણ કરી હતી. જેના પગલે પોલીસે હોસ્પિટલ પહોંચી યુવકના નિવેદનના આધારે ચારેય શખ્સો સામે ગુનો નોંધી ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે...
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application