પોરબંદરના બાપોદર ગામે જમીનના જુના મનદુ:ખમાં યુવાન ઉપર ધારિયા વડે હુમલો થતા પોલીસ ફરિયાદ દાખલ થઇ છે.
બાપોદર ગામે રહેતા અને ખેતીકામ કરતા ભીખુ લખમણ ગરેજા નામના ૪૪ વર્ષના યુવાને એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ૨૦૧૪ની સાલમાં તેમણે નાગાભાઇ ગાંગાભાઇ બાપોદરા પાસેથી પાંચ વીઘા જમીન વેચાતી લીધી હતી અને તેમના ખેતરના ઉપરના શેઢેથી બે ખેતર દુર નાગાભાઇ બાપોદરાની જમીન આવેલ છે. તે જમીનનો રસ્તો સરકારી પડતર જમીનમાંથી જતો હતો જે સરકારી પડતર જમીનમાંથી કેનાલ નીકળતા રસ્તો બંધ થઇ ગયો હતો. આથી ભીખુએ વેચાતા લીધેલા ખેતરમાંથી નાગાભાઇએ રસ્તો માંગ્યો હતો. અને રસ્તો આપવાની ભીખુભાઇએ ના પાડતા એ વાતનું મનદુ:ખ રાખીને વર્ષ ૨૦૨૩માં હોળીના તહેવાર ઉપર ભીખુભાઇ અને નાગાભાઇ વચ્ચે ઝઘડો થતા આ બાબતે રાણાવાવ પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી હતી.
તા.ે ૨૫-૮-૨૫ના સવારે આઠેક વાગ્યે તેમના ઘરેથી બાઇકમાં ભીખુભાઇ લખમણ ગરેજા ડેરીએ દૂધ દેવા જતા હતા ત્યારે ગામના પાદર પાસે પહોંચ્યા એ સમયે નાગા ગાંગા બાપોદરા ધારીયુ લઇને બેઠો હતો અને ગાળો આપવા લાગ્યો હતો. આથી ફરિયાદીએ ગાળો બોલવાની ના પાડતા નાગાએ ભીખુભાઇને હાથના કાંડા ઉપર ધારીયુ મારી દીધુ હતુ અને એક ઘા બાઇકના હેન્ડલમાં લાગ્યો હતો. ફરિયાદી બાઇક લઇને ત્યાંથી જતો રહ્યો હતો ત્યારે નાગાએ ‘હવે કયાંય સામો મળીશ તો મારી નાખીશ’ તેવી ધમકી આપી હતી. આથી ફરિયાદીએ રાણાવાવની સરકારી હોસ્પિટલે સારવાર લીધી હતી. ત્યારબાદ રાણાવાવ પોલીસમથક ખાતે જઇને નાગા ગાંગા બાપોદરા સામે ગુન્હો દાખલ કરાવ્યો છે જેમાં જમીનના રસ્તાના જુના મનદુ:ખમાં બનાવ બન્યાનું જણાવ્યુ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationIPL 2025: રોમાંચક મુકાબલા બાદ પંજાબ કિંગ્સ ફાઇનલમાં, 3 જૂને RCB સામે ફાઈનલમાં ટકરાશે
June 02, 2025 01:50 AMદેશમાં કોરોનાનો ફરી કહેર: 9 દિવસમાં 1300% કેસ વધ્યા, 48 કલાકમાં 21 મોત
June 01, 2025 09:55 PMયુક્રેનનો મોટો દાવો: 41 રશિયાના વિમાનોને કર્યા નષ્ટ
June 01, 2025 09:49 PMકડી વિધાનસભા પેટાચૂંટણી: કોંગ્રેસે રમેશ ચાવડાને ટિકિટ આપી, રાજકીય ગરમાવો તેજ
June 01, 2025 09:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech