માળિયા લગ્નમાં જતાં યુવાનની કાર પલટી મારી જતાં મોત

  • June 28, 2023 12:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કચ્છ માળીયા નેશનલ હાઇવે રોડ ઇકો પલ્ટી મારી ગઈ હતી. જેના પગલે ઇકોમાંસ સવાર લગ્ન પ્રસંગમાં જતાં યુવકનું મોત નીપજયું હતું. આ મામલે મૃતકના ભાઈએ માળીયા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.માળિયાના નવા અંજીયા સર ગામે રહેતા ઇલ્યાસભાઇ અભરામભાઇ માલાણીએ આરોપી ઇકોના ડ્રાઈવર મેમુદ ઇસ્માઇલભાઇ જામવિરુદ્ધ માળિયા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે ગત તા.૧૩ ના રોજ જામનગર ખાતે રહેતી તેમની કાકાની દિકરી શેરબાનુ તૈયબભાઇજેડાના લગ્ન હોવાથી લગ્ન પ્રસંગમા હાજરી આપવા તેમનો ભાઇ અલ્તાફ માલાણી તથા કાકાનો દિકરો નજરમામદ બંન્ને માળીયાસી.એન.જી. પંપ બાજુ ઇક્કો ગાડી ભાડે કરવા માટે ગયેલ અને અલ્તાફે ઇક્કો ગાડીજી.જે.-૩૬-એ.સી.-૯૨૨૧ વાળી તેમજ નજરમામદ બી જી ઇક્કો ગાડી ભાડેથી કરેલ અને સી.એન.જી. પંપે ગેસ ભરાવી નજરમામદભાઇઇક્કો ગાડી લઇને ઘરે આવ્યો હતો. જ્યારે અલ્તાફે ઇક્કો ગાડી ભાડે કરેલ તેમા પાછળની સીટો ન હોય જેથી ડ્રાઇવરના ઘરે ઇક્કો ગાડીની પાછળની સીટો ફીટ કરવા માટેરુલીયાવાંઢમા ગયો હતો. એ સમયે અલ્તાફ ઇક્કો ગાડી લઇને આવતો હતો ત્યારે સી.એન.જી. પંપ પાસે ડ્રાઇવર ગાડી પરથી કાબુગુમાવતા ઇક્કો ગાડી પલ્ટી મારી જતા અલ્તાફ તથા ઇક્કો ગાડીના ડ્રાઇવર મેમુદને ગંભીર ઇજાઑ પહોચી હતી. જે બાદ બંનેને સારવારહેઠળ ખસેડવામાં આવ્યા હતા. જેમાં અલ્તાફને માથાના ભાગે તથા છાતીના ભાગે ગંભીર ઇજાઑ પહોચી હતી. અને સારવાર દરમિયાનતેનું મોત નીપજયું હતું. જે મામલે માળિયા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application