ઠેબા ચોકડી નજીક અજાણ્યા વાહને બાઇકને ઠોકર મારતા એક યુવાનનું મોત

  • March 18, 2024 12:57 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

એક યુવાનને સારવારમાં ખસેડાયો : પોલીસ દ્વારા ફરીયાદ માટે તજવીજ

જામનગર નજીક ઠેબા ચોકડી પાસે રાત્રીના પુરપાટ ઝડપે આવેલા વાહને બાઇકને ઠોકરે ચડાવતા એક યુવાનનું મૃત્યુ થયુ હતું અને અન્ય એકને ઇજા થઇ હતી, બનાવની જાણ થતા પોલીસ ટુકડી ઘટના સ્થળ અને હોસ્પીટલ ખાતે દોડી ગઇ હતી.
જાણવા મળતી વિગત મુજબ ઠેબા ચોકડી પાસે રાત્રીના આશરે ૧૦ વાગ્યે એક અજાણ્યા વાહનના ચાલકે બેદરકારીથી ચલાવીને એમ.પી. પાસીંગના મોટરસાયકલને હડફેટે લીધુ હતું, આ અકસ્માતમાં બાઇકમાં સવાર યુવાનનું મૃત્યુ થયુ હતું, જયારે અન્ય એક યુવાનને ઇજા થતા બેભાન અવસ્થામાં ૧૦૮ મારફત જી.જી. હોસ્પીટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે જયાં સારવાર ચાલી રહી છે.
બનાવની જાણ થતા પંચકોશી-બી પોલીસની ટુકડી ઘટના સ્થળ અને જી.જી. હોસ્પીટલ ખાતે દોડી ગઇ હતી, અકસ્માતનો ભોગ બનેલા યુવાનની ઓળખ મેળવવા સહિતની કાર્યવાહી આગળ ધપાવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application