પાંચસરા-ખટીયા રોડ પર બાઇકની ટકકરમાં યુવાનનું મોત

  • June 21, 2023 12:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

એક યુવકને ગંભીર ઇજા : સમાણા નાસ્તો કરવા જતા અકસ્માત નડયો

લાલપુરના મોટા પાંચસરા ગામથી ખટીયા તરફ જતા રોડ પર બે બાઇક વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાતા એક યુવાનનું ગંભીર ઇજા સબબ મૃત્યુ થયુ હતું જયારે એક યુવાનને ઇજા પહોંચી હતી.
લાલપુર તાલુકાના મોટા પાંચસરા ગામમાં રહેતા ગુણવંતસિંહ રણજીતસિંહ જાડેજા (ઉ.વ.૪૯)એ ગઇકાલે લાલપુર પોલીસમાં મોટરસાયકલ નં. જીજે૧૦ડીપી-૬૦૯૩ના ચાલક સામે ફરીયાદ નોંધાવી હતી.
ફરીયાદીના કુટુંબીક કાકા ધર્મેન્દ્રસિંહ પ્રવિણસિંહ જાડેજા (ઉ.વ.૨૯) તથા ફરીયાદીના પુત્ર ઋષીરાજસિંહ જાડેજા (ઉ.વ.૨૦) આ બંને યુવાનો તા. ૧૯ના રોજ મોટરસાયકલ નં. જીજે૧૦એએચ-૦૫૭૫માં બેસીને પોતાના ગામ મોટા પાંચસરાથી સમાણા ગામે નાસ્તો કરવા માટે જતા હતા.
દરમ્યાન પાંચસરાથી ખટીયા તરફ જતા રોડ પર પહોંચતા સામેથી આવતા મોટરસાયકલ નં. જીજે૧૦ડીપી-૬૦૯૩ના ચાલકે પુરઝડપે અને ગફલતથી ચલાવી ધર્મેન્દ્રસિંહ અને ઋષીરાજના મોટરસાયકલ સાથે ભટકાડી અકસ્માત સર્જયો હતો, આ અકસ્માતમાં ધર્મેન્દ્રસિંહને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઇજા થતા તેમનું મૃત્યુ નિપજયુ હતું જયારે ઋષીરાજસિંહને હાંસડી અને શરીરે ગંભીર ઇજાઓ થતા સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. બનાવની જાણ થતા લાલપુર પોલીસનો સ્ટાફ સ્થળ પર અને હોસ્પીટલ ખાતે દોડી ગયો હતો.
**
બેડેશ્ર્વર ઓવરબ્રીજ પાસે ટ્રકે કારને ઠોકર મારતા નુકશાન
જામનગરના ગોકુલનગર શ્યામનગર શેરી નં. ૩માં રહેતા જનક વિઠલભાઇ કટેશીયા (ઉ.વ.૩૨) નામનો યુવાન ગઇકાલે પોતાની સેલેરીયો કાર નં. જીજે૧૦ડીએ-૮૨૯૩ લઇને પોતાના કાકાજી સસરાના ઘરે જતા હોય ત્યારે બેડેશ્ર્વર ઓવરબ્રીજ ઉતરતા રોડ પર ટ્રક નં. જીજે૧૦સીઇ-૦૮૨૨ના ચાલકે પુરઝડપે અને બેફીકરાઇથી ચલાવી ફોરવ્હીલ ગાડીને પાછળના ભાગે ઠોકર મારી હતી.  આ અકસ્માતમાં કારનો પાછળનો દરવાજો તથા બમ્પરમાં આશરે ૧૫ હજારનું નુકશાન પહોચાડયુ હતું આ અંગે જનકભાઇ દ્વારા ટ્રકચાલક સામે સીટી-બી માં ફરીયાદ નોંધાવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application