માળિયા મિયાણાના વવાણીયા નજીક વિચિત્ર ઘટનામાં યુવકનું મોત થયું છે, યુવક બાઈક લઈને જતો હતો ત્યારે સ્લિપ થતા સાથે રહેલી બંદૂકનો ઘોડો દબાઈ જવાથી ગોળી ગળાના ભાગે લાગી જતા લોહી લુહાણ હાલતમાં દમ તોડી દીધો હતો. ઘટનાને પગલે મોરબી મિયાણા પોલીસ દોડી ગઈ હતી અને જરી કાર્યવાહી કરી મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.
બનાવની પ્રા વિગત મુજબ મોરબીના મહેન્દ્રપરા–૧૦માં રહેતા વસીમભાઇ ગુલામહત્પશેન પીલુડીયા (ઉ.વ.૩૭) નામનો યુવક ગત સાંજે ઘરેથી મોટરસાઇકલ લઇ વવાણીયા તરફ બંદૂકનો જોટો લઇ જતો હતો ત્યારે વવાણીયા નજીક બાઈક સ્લિપ થતા યુવક રોડ પર પટકાતા બંદૂક લોડેડ હોવાથી ફાયરિંગ થયું હતું અને ગોળી યુવકના ગળાના ભાગે લાગી જતા યુવકને લોહી લુહાણ હાલતમાં મોરબી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો પરંતુ સારવાર કારગત ન નિવડતા મોત નીપયું હતું.
મૃતકના પિતા કેબલ સર્વિસનું કામ કરે છે યુવક છૂટક કામ કરતો હતો, સંતાનમાં બે દીકરી છે, પરિવારના કહેવા મુજબ વવાણીયામાં વસીમનાં મિત્રના લ હોવાથી ત્યાં જમણવાર હતો અને ત્યાં જતો હતો ત્યારે બનાવ બન્યો હતો.
પરંતુ પ્રાથમિક તપાસમાં યુવક શિકાર માટે જતો હતો ત્યારે બાઇક સ્લિપ થયાથી મીસફારિંગ થતાં મોત થયું હોવાનું સામે આવ્યું છે. શંકાસ્પદ બનાવને લઇને પોલીસે મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખસેડો છે. વિચિત્ર ઘટનામાં યુવકના મોતથી પરિવારમાં માતમ છવાયો છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech