BREAKING NEWS

લાઠી નજીક કાર ચાલકે બાઈકને ઠોકરે લેતા ગંભીર ઇજા થવાથી યુવકનું મોત

  • May 16, 2026 10:32 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
લાઠીના ચાવડ નજીક પુરપાટ ઝડપે આવતી કારે આગળ જતી બાઇકને ઠોકરે લેતા બાઈક ચાલક યુવકનું ગંભીર ઇજા થતા રાજકોટ ખાતે સારવાર દરમિયાન મોત નિપજતા બનાવ અંગે લાઠી પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. બનાવની પ્રાપ્ત મુજબ મૂળ એમપીના હાલ લાઠીના ચાવંડ ગામ નજીક આવેલા કરકોરલીયા રોડની પેન્ટાગોન સોલર પ્લાન્ટ ખાતે કામ કરતા તેરસિંહ ખીલજીભાઇ શીંગાડ (ઉ.વ.35)ના ગઈકાલે રાત્રીના નવેક વાગ્યે એમપી-45-એમએસ-8650 નંબરનું બાઈક લઈને પ્લાન્ટથી દુધ લેવા માટે જતા હતા ત્યારે રાજકોટ-ભાવનગર હાઇવે રોડ ઉપર કરકોલીયા હાઇવે રોડ ઉપર પાછળથી આવતી જીજે-14-બીજી-3642 ના કાર ચાલકે બાઇકને પાછળથી ઠોકર મારતા યુવક બાઈક સમેત રોડ પર પટકાતા હેમરેજ જેવી ગંભીર ઇજાઓ થઇ હતી. યુવકને પ્રથમ લાઠી અને ત્યાંથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા સારવાર કારગત નીવડે પૂર્વે જ દમ તોડી દીધો હતો. બનાવ અંગે હોસ્પિટલ લાઠી પોલીસને જાણ કરતા પોલીસે મૃતકની પત્ની અનીતાબેનની ફરિયાદના આધારે કાર નંબરના આધારે ચાલક સામે ગુનો નોંધી તજવીજ હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application