અન્ય બે યુવાનો ઇજાગ્રસ્ત
ઓખા મંડળના આરંભડા વિસ્તારમાં રવિવારે રાત્રિના સમયે એક ટ્રકની અડફેટે મોટરસાયકલ ચાલક યુવાનનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે અન્ય બે યુવાનોને નાની મોટી ઈજાઓ થવા પામી હતી.
આ સમગ્ર બનાવની વિગત એવી છે કે મીઠાપુર નજીકના આરંભડા ગામે રહેતા મિહિરભાઈ નગીનભાઈ ચાવડા નામના 24 વર્ષના ખારવા યુવાન તેમના જી.જે. 37 એ 1136 નંબરના મોટરસાયકલ પર અન્ય બે યુવાનો જતીન ગીરીશભાઈ ચાવડા અને ભાવેશ પ્રેમજીભાઈ ચાવડાને લઈને જઈ રહ્યા હતા. ત્યારે રવિવારે રાત્રે આશરે 8:30 વાગ્યાના સમયે નેતરના પુલ પાસે પહોંચતા આ માર્ગ પર પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલા જી.જે. 37 જી. 5465 નંબરના એક ટ્રકના ચાલકે મિહિરભાઈના મોટરસાયકલ સાથે ધડાકાભેર અકસ્માત સર્જ્યો હતો. જેના કારણે તેને શરીરના જુદા જુદા ભાગોમાં જીવલેણ ઈજાઓ થતાં તેનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે સચીન ગીરીશભાઈ અને ભાવેશ પ્રેમજીભાઈને ફ્રેકચર સહિતની નાની મોટી ઇજાઓ સાથે હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી.
અકસ્માત સર્જીને આરોપી ટ્રકનો ચાલક પોતાનો ટ્રક લઈને નાસી છૂટ્યો હોવાનું પણ વધુમાં જાહેર થયું છે. આ સમગ્ર બનાવ અંગે દિવ્યેશભાઈ વિરજીભાઈ ચાવડા (ઉ.વ. 27, રહે. આરંભડા) ની ફરિયાદ પરથી મીઠાપુર પોલીસે ટ્રકના ચાલક સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ મીઠાપુરના પી.એસ.આઈ. ડી.એન. વાંઝા દ્વારા હાથ ધરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરના પૂર્વ રાજ્યમંત્રીએ વૃદ્ધાશ્રમના વૃદ્ધો સાથે ધુળેટીના પર્વની પારિવારિક ઉજવણી કરી
March 15, 2025 04:44 PMદરબારગઢ ગોલા રાણાના ડેલા પાસે હોલિકા દહનની આસ્થાભેર ઉજવણી.
March 15, 2025 04:17 PMલોઠડા પાસે ત્રણ મિત્રો તળાવમાં ડૂબ્યા: બેનો બચાવ એકનું મોત
March 15, 2025 03:33 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech