પોરબંદરમાં 3 દિવસથી ગર્લફ્રેન્ડ સાથે ઝઘડો થતા યુવક કંટાળ્યો, અંતે ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો, હોટલમાં કૂકની નોકરી કરતો

  • February 27, 2025 04:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદરમાં વેલેન્ટાઇનનો મહિનો ફેબ્રુઆરી હજુ પૂર્ણ થયો નથી ત્યાં એક નેપાળી યુવાને ગર્લફ્રેન્ડ સાથે ઝઘડો થતા આપઘાત કરી લેતા પોલીસે તપાસ હાથ ધરી છે. મૂળ નેપાળ તથા હાલ પોરબંદરના વાઘેશ્વરી પ્લોટમાં રહેતા ૩૦ વર્ષના બિકાસ  છાબીલાલ દરજી નામના યુવાને ઝેરી દવા પી લેતા સારવાર માટે પોરબંદરની સરકારી ભાવસિંહજી હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો જ્યાં તેની સ્થિતિ વધુ ગંભીર બનતા ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત થયું હતું. ​​​​​​​

તપાસ કમલાબાગ પોલીસે હાથ ધરી 
આથી પોસ્ટમોર્ટમ માટે તેના મૃતદેહને સરકારી ભાવસિંહજી હોસ્પિટલ ખાતે લવાયો હતો અને પોલીસે તેના સાથીદારોનું નિવેદન લેતા એવું બહાર આવ્યું હતું કે તે કૂક તરીકે લોર્ડસ હોટલમાં એકાદ વર્ષથી ફરજ બજાવી રહ્યો હતો અને ત્રણેક દિવસથી બિકાસ ફોન ઉપર તેની ગર્લફ્રેન્ડ સાથે ઝઘડો કરતો હોવાનું બહાર આવ્યું હતું. આ ઝઘડાથી કંટાળીને તેણે ઝેરી દવા પી લીધી હતી અને મૃત્યુ થયાનું જાહેર થયું છે. ત્યારે આગળની તપાસ  કમલાબાગ પોલીસે હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News