શહેરમાં હાર્ટ એટેકના બનાવ યથાવત રહ્યા છે. જંગલેશ્વરના ગોકુલ નગરમાં ૧૯ વર્ષીય યુવકનું અને મવડી ચોકડી નજીક ઉદયનગરમાં રહેતા મહિલાનું હાર્ટ એટેકથી મોત થયું છે જયારે રોહિદાસ પરામાં આધેડએ બિમારી સબબ બેભાન હાલતમાં દમ તોડી દીધો છે.
પ્રા વિગત મુજબ જંગલેશ્વરના ગોકુલનગર શેરી નં–૩માં રહેતો નાઝીમ સમસુદીનભાઈ અંસારી (ઉ.વ.૧૯) નામનો યુવક આજે અટિકા ઇન્ડ્રસ્ટીઝ એરિયામાં આવેલા પિતાના સ્ક્રેપના ડેલે હતો ત્યારે ખુરશી પર બેઠા બેઠા ઢળી પડતા બેભાન હાલતમાં સિવિલમાં ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે જોઈ તપાસી મૃત જાહેર કરતા પરિવારમાં આક્રદં સર્જાયો હતો. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે ભકિતનગર પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલ પહોંચી જરી કાગળો કર્યા હતા. મૃતક નાઝિમ બે ભાઈ ત્રણ બહેનમાં વચેટ હતો. અને ૧૨માં ધોરણ સુધી અભ્યાસ કર્યેા હતો અને હાલમાં પિતાના કામમાં ટેકો આપતો હતો. યુવાન પુત્રના મોતથી પરિવારમાં માતમ છવાયો છે.
મવડીના ઉદયનગરમાં રહેતા ભાવનાબેન ચંપકભાઈ નિમાવત (ઉ.વ.૫૦)ના મહિલા સાંજે ઘરે હતા ત્યારે ચક્કર આવતા અચાનક બેભાન થઇ ઢળી પડતા સારવાર માટે સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા. યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી મૃત જાહેર કરતા પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. મૃતકને સંતાનમાં બે પુત્રી એક પુત્ર છે અને પતિ ચંપકભાઈ કારખાનામાં કામ કરે છે. હાર્ટ અટેક આવી ગયાનું પરિવારજનોએ જણાવ્યું હતું.
બીજા બનાવમાં કુવાડવા રોડ પર રોહિદાસપરા–૬માં રહેતા મનસુખભાઇ નારણભાઇ ચુડાસમા(ઉ.વ.૫૩) નામના આધેડ સાંજે ઘરે હતા ત્યારે અચાનક બેભાન થઇ જતા સિવીલમાં ખસેડવામાં આવ્યા હતા યાં નિષ્પ્રાણ દેહ જ પહોંચ્યો હતો. મૃતક એક ભાઈ એક બહેનમાં મોટા હતા અને સંતાનમાં બે પુત્ર એક પુત્રી છે. કેટલાક સમયથી લીવરની બીમારીથી પીડાતા હતા. બનાવ અંગે બી ડિવિઝન પોલીસે જરી કાગળો કર્યા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસિવિલ વર્ષે ૨૦ લાખ, દર્દીઓ ૧૨ લાખ એજિલસ લેબોરેટરીને રિપોર્ટના ચૂકવે છે!
November 22, 2024 12:39 PMલોકપ્રિયતામાં આલિયા-દીપિકાનો ક્લાસ ગયો, સામંથા નંબર વન
November 22, 2024 12:22 PM'ધ સાબરમતી રિપોર્ટ'ના અભિનેતા વિક્રાંત મેસીએ ખોલી બોલીવુડની પોલ
November 22, 2024 12:21 PMજો તમને રજાઈમાં મોઢું ઢાંકીને સૂવાની આદત છે તો આજે જ છોડી દો, સ્વાસ્થ્યને થઇ શકે છે નુકસાન
November 22, 2024 12:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech