ગ્રાફિક ડિઝાઇનર યુવાનને બે શખસોએ લાફા, ઢીકાપાટુ-સળિયા વડે માર માર્યો

  • November 28, 2023 03:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરના 150 ફૂટ રીંગ રોડ પર ગોવર્ધન ચોક પાસે સ્કાય હાઈટ્સમાં રહેતા ગ્રાફિક ડિઝાઇનર યુવાનને રાત્રિના તેના ઘર પાસે કારમાં ધસી આવેલા બે શખસોએ ઢીકાપાટુ અને લોખંડના સળિયા વડે મારમાર્યો હતો તેમજ યુવાનના મિત્રને પણ આ શખસોએ મારમાર્યો હતો. યુવાનના અન્ય એક મિત્ર સાથે આરોપીઓને કોઈ બાબતે માથાકૂટ હોય તે ક્યાં છે અને તેને બોલાવ તેમ કહી આ હુમલો કર્યો હતો.આ અંગે પોલીસે ગુનો નોંધી બંને આરોપીઓને ઝડપી લીધા હતાં.


બનાવની જાણવા મળતી વિગતો મુજબ, શહેરના 150 ફૂટ રીંગ રોડ પર ગોવર્ધન ચોક પાસે કાઈ હાઈટ્સ વિંગ ઈ 1204 માં રહેતા અને ગ્રાફિક ડિઝાઇનનું કામ કરનાર મિતેશ પ્રકાશભાઈ જીલકા(ઉ.વ 28) દ્વારા તાલુકા પોલીસ મથકમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે નાની વાવડી ગામે રહેતા હાર્દિક જીતેન્દ્રભાઈ પરમાર અને હરેશ જલાભાઇ ગઢવીના નામ આપ્યા છે.


યુવાને પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઈકાલ રાત્રિના 10:30 વાગ્યા આસપાસ તે બહારથી પોતાના ઘરે આવતા અહીં સ્કાય હાઈટ્સના ગેટ પાસે પહોંચતા એક સ્વિફ્ટ કાર નંબર જીજે 3 એમએલ 5332 અહીં ઊભી હતી. જેમાં ડ્રાઇવર સીટની બાજુની સીટમાં યુવાનનો મિત્ર પાર્થ વડગામા બેસેલો હતો તેણે યુવાનને બોલાવ્યો હતો જેથી યુવાન અહીં જતા કારમાંથી બે શખસો ઉતયર્િ હતા જેમાંથી એક હાર્દિક કૈલા જે અગાઉ સ્કાય હાઈટ્સમાં આવતો જતો રહેતો જેથી યુવાન તેને ઓળખતો હોય અને તેની સાથે એક અન્ય અજાણ્યો શખસ હોય દરમિયાન હાર્દિકે ગાળાગાળી કરી યુવાનને ફડાકા મારી દીધા હતા અને કહેવા લાગ્યો હતો કે, તું વિશાલને ઓળખશ તું મને તેની પાસે લઈ જા.આ સમયે તેની સાથેનો બીજો શખસ જેનું નામ હરેશ દેવસુર હોય તેને પણ યુવાને ઢીકાપાટુનો માર માર્યો હતો.


દરમિયાન હાર્દિકે યુવાનના ફોનમાંથી તેને તેના મિત્ર વિશાલને ફોન કરવા માટે કહ્યું હતું જેથી યુવાને કહ્યું હતું કે મારે તેની સાથે કોઈ કોન્ટેક નથી આ સાંભળી હરેશ ઉશ્કેરાયો હતો અને ગાડીમાંથી લોખંડનો સળીયો લઈ આવી તેના વડે યુવાનને માર માર્યો હતો. બાદમાં હાર્દિકે કહ્યું હતું કે, તું વિશાલને મવડી ચોકડીએ મળવા માટે બોલાવ જેથી યુવાને તેના મિત્ર વિશાલને ફોન કરતા વિશાલે મળવા આવવાની હા પાડી હતી. થોડીવાર બાદ હાર્દિકે ફરી ફોન કરવાનું કહેતા યુવાને ફોન કરતા વિશાલે આવવાની ના પાડતા બંને શખસોએ ફરી યુવાનને માર માર્યો હતો. આ દરમિયાન યુવાનનો અન્ય મિત્રો પાર્થ કારમાંથી ઉતરી થોડે આગળ જઈ વિશાલને ફોન કરી બનાવ અંગે જાણ કરી દીધી હતી.

આ વાતનો ખ્યાલ આવતા આ બંનેએ પાર્થને પણ ફડાકા મારી ઢીકાપાટુનો માર્યો હતો. તક મળતા યુવાન અહીંથી નાસી ગયો હતો અને ઘરે પહોંચી જઈ આ બાબતે વિશાલને તથા પોતાની પત્નીને જાણ કરી હતી. ત્યારબાદ તે અહીં પોલીસ સ્ટેશનએ પહોંચી ગયો હતો અને આ ફરિયાદ નોંધાવી છે. આ અંગે યુવાનની ફરિયાદ પરથી પોલીસે બંને આરોપીઓ સામે આઇપીસીની કલમ 323 504 5 114 અને જીપીએસ કલમ 135 મુજબ ગુનો નોંધ્યો હતો.પોલીસે તપાસ હાથ ધરી બંને આરોપીને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application