કેશોદ દોરડાં કૂદવાની રમતએ આપણી પરંપરાગત રમત છે અને શેરીઓમાં ગલીઓમાં આપણે બહેનો યુવતીઓને દોરડાં કુદતી નિહાળતાં હોઈએ છીએ ત્યારે કેશોદના નિવૃત પોલિસ અધીકારી ગાંગજી ભાઈ દયાતરનો પુત્ર અને હાલ આવકાર હોસ્પિટલ કેશોદ ખાતે ફિઝીયોથેરાપી તબીબ તરીકે સેવા આપતાં ડોકટર રઘુવીર દયાતર યુવાન વયે દોરડાં કૂદવાની રમત શારીરિક તંદુરસ્તી માટે કરતાં હતાં ત્યારે પોતાની આ રમતને આગવી રીતે રમીને વિશ્ર્વ સ્તરે રેકોર્ડ સ્થાપી કેશોદ શહેર અને પરિવારને ગૌરવ અપાવવાનો મકકમ નિર્ધાર કરી અગાઉ ગીનીસ બુકમાં ત્રીસ સેકન્ડમાં એક પગ ઉપર ૧૩૨ વખત દોરડાં કુદવાનો રેકોર્ડ નોધાયો હતો જે રેકોર્ડ તોડીને ડોકટર રઘુવીર દયાતરે ત્રીસ સેકન્ડમાં એક પગ ઉપર ૧૪૧ વખત કુદી પોતાના નામે કરી ગીનીઝ બુક ઓફ વલ્ર્ડ રેકોર્ડ માં પોતાનું નામ નોંધાવી કેશોદ શહેર અને મહિયા ક્ષત્રિય સમાજનુ ગૌરવ વધાયુ છે. તથા ડોકટર રઘુવીર જી દયાતરે એક મીનીટમાં એક પગ ઉપર ૨૪૮ વખત દોરડાં કુદવાનો રેકોર્ડ પણ લીમ્કા બુક ઓફ રેકોર્ડમા પણ નોધાવ્યો છે તથા પગની આંગળીઓ પર ચાલીને વધારે અંતર કાપવાનો વિશ્વમા પ્રથમ ગીનીઝ વલ્ર્ડ રેકોર્ડ પણ પોતના નામે કરેલો છે જે પોતે જ પોતાના રેકોર્ડને તોડી હજુ પણ આગળ ભવીષ્યમા ગીનીઝ વલ્ર્ડ રેકોર્ડ બનાવશે તેવી આશા વ્યકત કરી છે સાથે જ રઘુવીરને વ્યકિતના બોલપેનથી આબેહત્પબ સ્કેચ ચિત્રો બનાવાનો પણ શોખ છે જેની નોંધ લઈ કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ, તાલુકા પંચાયતના પ્રમુખ ભનુભાઈ ઓડેદરા, નગરપાલિકા પ્રમુખ મેહત્પલભાઈ ગોંડલિયા સહિત મહિયા ક્ષત્રિય સમાજના આગેવાનો દ્રારા શુભેચ્છા પાઠવી અભિનંદન પાઠવ્યા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં એક વર્ષમાં હાર્ટએટેકના ૬૨૫ કેસ : ૩૮ મૃત્યુ
January 24, 2025 05:34 PMજામ્યુકોના એસ્ટેટ અધિકારીઓ ટાઉનહોલના સીટી બસ સ્ટેન્ડ પર એક નજર તો કરો..
January 24, 2025 05:07 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech