રાજકોટમાં કિલનિક ધરાવતી બીએચએમએસ તબીબ યુવતિએ લેટમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવારમાં અરેરાટી મચી જવા પામી છે. સહેલી યુવતીને ફોન કરતી હતી પરંતુ ફોનનો નો રીપ્લાય થતા લેટએ પહોંચી હતી ત્યાં યુવતિ લટકતી હતી. બનાવની જાણ થતા ગાંધીગ્રામ પોલીસ દોડી ગઈ હતી.
પ્રા વિગત મુજબ મૂળ માણાવદરના નાનડિયા ગામની અને રાજકોટમાં સૌરાષ્ટ્ર્ર કલા કેન્દ્ર નજીક સોમેશ્વર ચોકમાં માધવ પ્રસાદ એપાર્ટમેન્ટમાં લેટ ભાડે રાખી રહેતી અને કેનાલ રોડ ઉપર કિલનિક ધરાવતી ડો.જલ્પા પ્રહલાદભાઈ ઘોસીયા (ઉ.વ.૨૮)નામની તબીબ યુવતિએ મમાં પંખામાં દુપટો બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો. સહેલી તેણીને બહાર જવા માટે ફોન કરતી હોય પરંતુ કેટલાક ફોન કરવા છતાં ફોન રિસીવ ન થવાથી સહેલી લેટે પહોંચી હતી પરંતુ લેટનો દરવાજો બધં હોય જે ખટખટાવવા છતાં ખોલતી ન હોવાથી આસપાસના રહેવાસીઓને બોલાવી મદદથી દરવાજાનો લોક તોડીને અંદર જોતા સહેલી જલ્પા લટકતી હતી. તેણીને નીચે ઉતારી બેભાન હાલતમાં સ્ટલિગ હોસ્પિટલએ ખસેડવામાં આવતા તબીબે જોઈ તપાસી મૃત જાહેર કરી હતી. બનાવ અંગે તબીબ યુવતિના પરિવારને જાણ કરતા રાજકોટ આવી પહોંચ્યા હતા અને મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી ગાંધીગ્રામ પોલીસે જરી કાર્યવાહી કરી હતી. મૃતક આશાસ્પદ તબીબ યુવતિ બે ભાઈમાં વચેટ હતી અને પિતા ખેતીકામ કરે છે. તેણીએ કયાં કારણોસર પગલું ભયુ એ અંગે પરિવાર પણ જાણતો ન હોય પોલીસે તપાસ યથાવત રાખી છે. પુત્રીના મોતથી પરિવારમાં આક્રદ સર્જાયો છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ: પતંગ લેવા જતા 11 વર્ષીય બાળકનું કરૂણ મોત
January 08, 2025 11:18 PMઆંધ્રપ્રદેશઃ તિરુપતિ મંદિરમાં ટોકન લેતા સમયે નાસભાગ, 6 શ્રદ્ધાળુઓના મોત
January 08, 2025 10:55 PMસુરતના પ્રાણી સંગ્રહાલયમાં H5N1 વાયરસનો ખતરો: પ્રાણીઓમાં ફેલાયો ચેપ
January 08, 2025 08:51 PMસાબરકાંઠામાં HMPV વાયરસનો ખતરો: અમદાવાદ બાદ હિંમતનગરમાં 8 વર્ષનું બાળક સંક્રમિત
January 08, 2025 08:49 PMખંભાળિયાના માંઝા ગામે કૂવામાં ખાબકેલા શિયાળનું રેસ્ક્યુ કરાયું
January 08, 2025 07:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech