જસદણમાં રહેતા કપાસના વેપારી યુવાનને પૈસાની ઉઘરાણી મામલે જસદણમાં રહેતા બે સગા ભાઈઓએ લાકડી વડે માર માર્યેા હતો. યુવાન આરોપી પાસે પિયા દોઢ લાખ માંગતો હોય જેની ઉઘરાણી કરતા બંને ભાઈઓ કારમાં ધસી આવ્યા હતા અને ગાળો આપી હત્પમલો કર્યેા હતો.આ અંગે વેપારીની ફરિયાદ પરથી પોલીસે ગુનો નોંધી જરી કાર્યવાહી કરી છે.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ, જસદણમાં છત્રી બજાર વિસ્તારમાં રહેતા અને અહીં ખુશી જુનિંગ મિલમાં કપાસનો વેપાર કરનાર ઇમરાન હત્પસેનભાઇ ખીમાણી (ઉ.વ ૩૮) નામના વેપારી દ્રારા જસદણ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે જસદણમાં પીજીવીસીએલની ઓફિસ સામે રહેતા અસલમ મહમદભાઈ કટારીયા અને ઇકુ મોહમ્મદભાઈ કટારીયાના નામ આપ્યા છે.
યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઈકાલે બપોરના અઢી વાગ્યા આસપાસ તે અહીં રઘુવીર ગેસ્ટ હાઉસ પાસે બેઠો હતો ત્યારે તેણે અસલમ કટારીયાને ફોન કરી કહ્યું હતું કે, મારે તારી પાસેથી .૧.૫૦ લાખ લેવાના છે મારે અત્યારે પૈસાની જરિયાત છે તો તું મને પૈસા આપી દે. જેથી અસલમે કહ્યું હતું કે તમે કયાં છો જેથી યુવાને પોતે રઘુવીર ગેસ્ટ હાઉસ પાસે હોવાનું કહ્યું હતું.
પોણા ત્રણેક વાગ્યા આસપાસ અસલમ કટારીયા અને તેનો નાનો ભાઈ ઇકુ કટારીયા બંને સફેદ કલરની ક્રેટા કારમાં અહીં આવ્યા હતા. બાદમાં બંને ભાઈઓ બોલાચાલી કરવા લાગ્યા હતા અને ગાળો આપી હતી અને કહ્યું હતું કે, હવે પછી આ બાબતે ફોન કરતો નહીં યુવાને ગાળો આપવાની ના કહેતા ઇકુ કટારીયા ક્રેટા કારમાંથી લાકડી કાઢી યુવાન પર હત્પમલો કરી દીધો હતો દરમિયાન અહીં અન્ય વ્યકિતઓ હાજર હોય તેણે યુવાનને વધુ મારમાંથી બચાવ્યો હતો.
યુવાને પોતાની ફરિયાદમાં વધુમાં જણાવ્યું હતું કે, તેણે અસલમને પિયા દોઢ લાખ હાથ ઉછીના આપ્યા હોય જે પરત માંગતા આ બાબતેનો ખાર રાખી બંને ભાઈઓએ મળી તેના પર હત્પમલો કર્યેા હતો. આ અંગે વેપારી યુવાનની ફરિયાદ પરથી જસદણ પોલીસે ગુનો નોંધી જરી કાર્યવાહી કરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધરપકડ વોરંટ બાદ નેતન્યાહુને વધુ એક મોટો ફટકો, હમાસે ગાઝામાં 15 ઈઝરાયલી સૈનિકોને માર્યા
November 22, 2024 05:50 PMઈઝરાયેલે ખાલિદ અબુ-દાકાને ઉતાર્યો મોતને ઘાટ, પેલેસ્ટાઈનના જેહાદ જૂથનો હતો કમાન્ડર
November 22, 2024 05:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech