જામનગરમાં વાલકેશ્વરીનગરી વિસ્તારમાં મહિલા સંચાલિત જુગારધામ પકડાયું

  • April 15, 2024 10:25 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પોલીસે પાડેલા દરોડામાં મકાન માલિક મહિલા સહિત ૭ પત્તાપ્રેમી મહિલાઓ જુગાર રમતાં ઝડપાઈ


જામનગરમાં વાલ્કેશ્વરી નગરી જેવા પોષ વિસ્તારમાં એક મહિલા સંચાલિત જુગાર ધામ પર સિટી બી. ડિવિઝન પોલીસે દરોડો પાડી ગંજીપાના વડે જુગાર રમી રહેલી સાત મહિલાઓની અટકાયત કરી લીધી છે, અને તેઓ પાસેથી રોકડ રકમ તેમજ જુગારનું સાહિત્ય કબજે કર્યું છે.


જામનગરમાં વાલ્કેશ્વરી નગરી વિસ્તારમાં આદર્શ રેસિડેન્સી ના ફ્લેટ નંબર ૪૦૨ માં રહેતી સોનલબેન જયેશભાઈ બોડા નામની મહિલા દ્વારા પોતાના ફ્લેટમાં બહારથી અન્ય સ્ત્રીઓને એકત્ર કરીને જુગારધામ ચલાવાઇ રહ્યું છે, તેવી બાતમી સીટી બી ડિવિઝનના પોલીસ સ્ટાફને મળી હતી. જેથી ગઈકાલે સાંજે ઉપરોક્ત ફલેટ પર દરોડો પાડ્યો હતો. જે દરોડા દરમિયાન મકાનમાલિક સહિત સાત મહિલાઓ ગંજી પાના વડે જુગાર રમતાં મળી આવી હતી.

આથી પોલીસે મકાન માલિક સોનલબેન જયેશભાઈ બોડા, ઉપરાંત રેખાબેન ચુનીલાલ ગોરેચા, મનીષાબેન પ્રતાપભાઈ હરવરા, રીટાબેન વેણીલાલ પરમાર, સવિતાબેન માલદેભાઈ નંદાણીયા વગેરેની અટકાયત કરી લઈ તેઓ પાસેથી રૂપિયા ૧૫,૫૦૦ ની રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબજે કર્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application