મોટી રાફુદડ ગામમાં ભેંસો રસ્તામાં આડે આવતા મહિલા પર હુમલો

  • December 05, 2023 12:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પાડોશી સામે ફરિયાદ : મારી નાખવાની ધમકી આપી

લાલપુરના મોટી રાફુદડ ગામમાં પીપળધારના રસ્તે પાડોશી શખ્સે મહિલા પર ધોકાથી હુમલો કરી ધમકી દીધાની ફરીયાદ દાખલ થઇ છે ભેંસો રસ્તામાં આડી આવે છે અમને તકલીફ પડે છે તેમ કહીને આ બબાલ કરવામાં આવી હતી.
લાલપુર તાલુકાના મોટી રાફુદડ ગામમાં રહેતી સાવિત્રીબેન જેઠાભાઇ નકુમ નામની ૪૮ વર્ષની મહિલાએ પોતાના ઉપર લાકડાના ધોકા વડે હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે પાડોશમાં રહેતા મનસુખભાઈ રવજીભાઈ સોનગરા સામે ફરિયાદ નોંધાવી છે.
ફરીયાદી તથા તેમના મોટાભાઇ અશોકભાઇ બંને ગત તા. ૩ના સાંજના પોતાની ભેસો ચરાવી ઘરે જતા હતા એ દરમ્યાન આરોપી મનસુખ પોતાનું મોટરસાયકલ લઇ પાછળથી આવી મહિલાને તમારી ભેસો જયારે હોય ત્યારે રસ્તામાં આડી આવે છે અમને નીકળવામાં તકલીફ પડે છે તેમ કહી બોલાચાલી કરી હતી આથી ફરીયાદીએ ઝઘડો કરવાની ના પાડતા આરોપીએ ઉશ્કેરાઇ જઇ અપશબ્દો બોલી અને ધોકા વડે ફરીયાદી મહિલાને માર માર્યો હતો જેથી હાથમાં ફ્રેકચર જેવી ઇજા થઇ હતી.
ત્યારબાદ ફરીયાદીના ભાઇ અશોકભાઇ વચ્ચે પડી છોડાવવા આવતા આરોપી જતા જતા હવે પછી જો બીજી વાર આ રસ્તામાં તમારી ભેસો દેખાણી તો જાનથી મારી નાખીશ તેવી ધમકી દીધી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application