શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલા જીવંતિકાનગરમાં રહેતી મહિલા મકાનમાં કૂટણખાનું ચલાવતી હોવાની માહિતી પોલીસને મળતા ગાંધીગ્રામ પોલીસે ડમી ગ્રાહક મોકલી અહીં ચાલતા લાહીના વ્યાપારનો પદાર્ફાશ કર્યેા હતો. દરોડા સમયે અહીં પશ્ચિમ બંગાળની યુવતી મળી આવી હતી.લોહીનો વ્યાપાર ચલાવનાર દીપા ચૌહાણ નામની આ મહિલા અગાઉ પણ લોહીના વેપારમાં બે વખત ઝડપાઈ ચૂકી છે. અહીં આવતા ગ્રાહકો પાસેથી શરીર સુખ મળવા માટે દિપા ૧૫૦૦ લેતી હતી જેમાંથી હજાર પોતાની પાસે રાખી લલનાને પિયા ૫૦૦ આપતી હતી. દીપા સોશિયલ મીડિયા મારફત ગ્રાહકોનો સંપર્ક કરી બોલાવતી હતી
જાણવા મળતી વિગતો મુજબ, શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલા જીવંતીકાનગર સોસાયટી શેરી નંબર ૧ માં રહેતી દીપા અનિલભાઈ ચૌહાણ(ઉ.વ ૪૪) નામની મહિલા પોતાના મકાનમાં લોહીનો વેપાર કરાવતી હોવાની માહિતી પોલીસને મળતા ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના પીઆઇ બી.ટી.અકબરીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એમ.વી.હરિયાણી તથા સ્ટાફના પ્રશાંતભાઈ ગજેરાએ પ્રાથમિક તપાસ કરી અહીં ડમી ગ્રાહકને મોકલતા અહીં કુટણખાનું ચલાવવામાં આવતું હોવાનું સ્પષ્ટ્ર થયું હતું.અહીં રહેતી દીપા નામની આ મહિલા પશ્ચિમ બંગાળની યુવતી પાસે લોહીનો વેપાર કરાવતી હતી ગ્રાહકો પાસેથી પિયા ૧૫૦૦ લઇ ૧૦૦૦ રૂપિયા પોતે રાખી છે લલનાને પિયા ૫૦૦ આપતી હતી. અહીંથી દરોડા દરમિયાન પોલીસે રોકડ પિયા ૧૫૦૦ અને ત્રણ કોન્ડમના પેકેટ કબજે કર્યા હતા.
વધુમાં જાણવા મળતી વિગતો મુજબ, દીપા સોશિયલ મીડિયા મારફત ગ્રાહકો શોધતી હતી. અગાઉ વર્ષ ૨૦૨૧ માં પણ દીપા કુુટણખાનું ચલાવવાના કેસમાં પકડાઈ હતી અને તાજેતરમાં જ ત્રણ માસ પૂર્વે માર્ચ મહિનામાં લોહીનો વેપાર કરાવતા ફરી ઝડપી પાડી હતી. દીપા ગ્રાહકોને રામાપીર ચોકડી અને લાખના બંગલા પાસે બોલાવી મોબાઈલથી સૂચના આપી અહીંનું સરનામું આપતી હતી. આ અંગે વધુ તપાસ પીએસઆઇ એસ બી જાડેજા ચલાવી રહ્યા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર : રિલાયન્સના વનતારાની મુલાકાતે PM મોદી...જુઓ વનતારાનો અદ્ભુત વીડિયો...
March 04, 2025 12:37 PM૨૦૨૫માં વિદેશી રોકાણકારોએ દરરોજ રૂ. ૨૭૦૦ કરોડના ભારતીય શેર વેચ્યા
March 04, 2025 12:05 PMમસાલાની સિઝન શરૂ: રાજકોટ યાર્ડ મરચાની ભારીથી છલકાયું
March 04, 2025 12:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech