ફેશનના ચક્કરમાં એક મહિલાએ કરાવી સર્જરી અને હવે દેખાઈ છે એલિયન જેવી... જાણો વિગત

  • February 04, 2023 06:41 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

Aajkaalteam

ઘણી વાર આપણને આપણા શોખ ભારે પડતા હોય છે. કેમકે એ શોખ પૂર્ણ કરવા માટે આપણે કઈ પણ કરવા તૈયાર થઈ જતા હોઈએ છીએ. ત્યારે આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં કેનેડાની એક મોડેલે પોતાના સ્તનની સાઈઝ વધારવા માટે સર્જરી કરાવી હતી પરંતુ એક સ્તન ફાટ્યુ હતુ અને હવે તે મહિલા એલીયન જેવી દેખાઈ છે. 


મળતી માહિતી પ્રમાણે કેનેડાની મોડેલનું નામ મેરી મેગડાલેને છે. તેની ઉમર ૩૦ વર્ષની છે અને તેના વિચિત્ર શોખના કારણે તેને તેની સુંદરતા ગુમાવવાનો વારો આવ્યો છે. એક અહેવાલની વાત કરીએ તો તેમને 10 કિલો વજનના બ્રેસ્ટ ઈંપ્લાન્ટ કરાવ્યા હતા. જેમાં એક બાજુના સ્તન ફાટી જતા હવે તેઓ તેના વિચિત્ર શોખના કારણે એલિયન જેવી દેખાઈ રહી છે. આ ઘટનાની વાત કરીએ તો તેણીએ સ્તનની સાઈઝ વધારવા માટે સર્જરી કરાવી હતી પરંતુ તેને ક્યાં ખબર હતી કે આ પ્રકારનો શોખ કે સર્જરી તેના માટે મુસીબત ઉભી કરી દેશે. અને થયું કાંઈક એવુંજ કે મહિલાનું એક સ્તન ફાટ્યું છે. જેના કારણે તે મહિલાનો દેખાવ એલિયન જેવો થઈ ગયો છે.


હાલમાં આપણે વાત કરીએ તો પ્લાસ્ટિક સર્જરી કરાવવી સામાન્ય વાત બની ગઈ છે અને જો ફેશનની વાત કરીએ તો આજના સમયમાં ઘણા એવા સેલિબ્રેટી છે જેમને પ્લસ્ટીક સર્જરી કરાવી છે. એટલુંજ નહીં આજના સમયમાં મોટા ભાગના મોડલ પ્લાસ્ટિક સર્જરી કરાવી રહ્યા છે ત્યારે આ કિસ્સો તેમના માટે સબક લેવાનો છે. કેમકે આજની તારીખે સુંદર દેખાવાના ચક્કરમાં અભિનેત્રીઓ કે મોડેલો કંઈ પણ કરવામાટે તૈયાર થઈ જાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application