પ્રતિષ્ઠિત ઘરની મહીલા કોર્પોરેશનમાંથી ઝાડના રોપની ચોરી કરતી પકડાઇ

  • May 04, 2023 11:54 AM 

મહાપાલિકાના કર્મચારીઓએ ચોરને પકડવા એકશન પ્લાન ઘડતા મહીલા ઝડપાઇ: 4 હજારનો દંડ વસુલાયો
જામનગર મહાપાલિકાના મેદાનને સુંદર અને સ્વચ્છ બનાવવા અધિકારીઓ મહેનત કરી રહ્યા છે, ત્યારે કેટલાક ફુલોના રોપા ચોરાતા આખરે કોર્પોરેશનના કર્મચારીઓએ રોપ ચોરતા લોકોને પકડવા પ્લાન ઘડતા આખરે એક સારા ઘરની મહીલા આ રોપની ચોરી કરતી હોવાનું જણાતા તેની અટકાયત કરવામાં આવી હતી, સારા ઘરની મહીલા હોવાથી તેની સામે બહુ ખાસ કાર્યવાહી ન કરાઇ પરંતુ તેની પાસે માફી પત્ર લખાવીને ા.4 હજારનો દંડ વસુલાયો હોવાનું જાણવા મળે છે.
આ અંગેની વિગત એવી છે કે, મહાપાલિકાના કમિશ્નર જયાંથી સીડી ઉપર જાય છે તેની આજુબાજુ કેટલાક રોપા કુંડામાં વાવવામાં આવ્યા છે, દરરોજ એક પછી એક રોપા ઓછા થતાં હોવાનું બહાર આવ્યું હતું, જેને કારણે સિકયુરીટી સ્ટાફ પણ વિચારતો થઇ ગયો હતો, ગાંધીનગર વિસ્તારમાં રહેતી એક સારા ઘરની મહીલા નિરાતે બેસીને ઝાડના રોપા કાઢી રહી હતી, તેવા સમયે સિકયુરીટી સ્ટાફ દ્વારા તેની પૂછપરછ કરવામાં આવી હતી, આખરે તેની પાસેથી માફી પત્ર અને દંડ વસુલાયો હતો. આ મહીલા પાસેથી 8 રોપા કબ્જે કરવામાં આવ્‌યા હતાં, આમ રોપા ચોર મહીલાને તંત્ર દ્વારા પકડી પાડવામાં આવી હતી, આ બનાવે મહાપાલિકામાં ભારે ચકચાર જગાવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application