જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના ભાદરા ગામના પાટીયા પાસે આવેલી એક હોટલમાં કામ કરી રહેલા નેપાળી વેઈટરને ઓવનમાંથી વીજ આંચકો લાગ્યો હતો, અને તેનું સ્થળ પર જ કરુણ મૃત્યુ નીપજ્યું છે.
આ બનાવની વિગત એવી છે કે મૂળ નેપાળનો વતની અને હાલ જોડિયા તાલુકાના ભાદરા ગામના પાટીયા પાસે આવેલી દ્વારકાધીશ હોટલમાં રહીને વેઇટર તરીકે કામ કરતો અનિલ ઉર્ફે સુનિલ હુમબહાદુર થાપા નામનો ૨૦ વર્ષનો નેપાળી યુવાન કે જે વેઇટર તરીકે કામ કરતો હતો, અને રસોડામાં સાફ-સફાઈના કામ દરમિયાન તેને ઇલેક્ટ્રીક ઓવન માંથી એકાએક વીજ આંચકો લાગ્યો હતો, અને ચોંટી જતાં તેનું સ્થળ પર જ કરુણ મૃત્યુ નિપજ્યું હતું. જોડિયાની રેફરલ હોસ્પિટલમાં માત્ર તેનો મૃતદેહ જ પહોંચ્યો હતો.
આ બનાવ અંગે મીનબહાદુર થાપા એ પોલીસને જાણ કરતાં જોડિયા ના પોલીસ હેડ કોન્સ્ટેબલ એન.એમ. ભીમાણી બનાવના સ્થળે તેમજ જોડિયાની હોસ્પિટલમાં પહોંચી ગયા હતા, જયાં નેપાળી યુવાનના મૃતદેહ નો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી, અને મૃતકના પરિવારને તેના વતનમાં જાણ કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅવકાશમાં ઉત્પન્ન થશે વીજળી વાયર વિના પૃથ્વી પર પહોંચશ
April 29, 2025 11:43 AMભારત માટે હવાઈ ક્ષેત્ર બધં કરીને રોજ પાકિસ્તાનને થઇ રહ્યું છે કરોડોનું નુકસા
April 29, 2025 11:41 AMજામનગર જિલ્લાના હોમગાર્ડઝ સભ્યો માટેની રેન્ક ટેસ્ટ સફળતાપૂર્વક સંપન્ન
April 29, 2025 11:38 AMજામનગરની રંગમતી નદીના કાઠે આવેલ દબાણો દુર કરવા સામે ગુજરાત હાઇકોર્ટ નો સ્ટે
April 29, 2025 11:34 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech