ગતરોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દ્રારકાધીશ મંદિરની મુલાકાત લીધી હતી અને અહીં પૂજા અર્ચના કરી હતી. ગુજરાતની તેમની મુલાકાત દરમિયાન, વડાપ્રધાને હજારો કરોડની વિકાસ યોજનાઓનો શિલાન્યાસ કર્યેા હતો અને ઘણી યોજનાઓનું ઉધ્ઘાટન કયુ હતું અને તેને રાષ્ટ્ર્રને સમર્પિત કયુ હતું. દ્રારકામાં વડાપ્રધાને ઐંડા સમુદ્રમાં પાણીની નીચે જઈને જૂનું દ્રારકા શહેર યાં ડૂબી ગયું છે તે સ્થળે પ્રાર્થના કરી હતી. પીએમએ તેની તસવીરો અને વીડિયો પણ શેર કર્યા છે. થોડી જ વારમાં તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો અને લોકો ઈન્ટરનેટ પર દ્રારકા શહેર વિશે સર્ચ કરવા લાગ્યા.
આ પહેલીવાર નથી યારે પીએમ મોદી કોઈ જગ્યાએ ગયા હોય અને તેના વિશે કોઈ ચર્ચા થઈ ન હોય. આ પહેલા પણ યારે વડાપ્રધાનએ દેશના કેટલાક સ્થળોની મુલાકાત લીધી હતી અને પછી તસવીર શેર કરી હતી, ત્યારે લોકોએ ઈન્ટરનેટ પર તેના વિશે સર્ચ કયુ હતું એટલું જ નહીં પરંતુ ત્યાં જવા પણ લાગ્યા હતા. જેમાં ખાસ પાંચ જગ્યાઓ લોકોની ફેવરીટ બની છે યાં પીએમ મોદીએ પગ મૂકયો અને તે જગ્યા ફેમસ થઈ ગઈ અને અચાનક જ ત્યાં લોકોની અવરજવર ખૂબ વધી ગઈ
.
વડાપ્રધાને રવિવારે ગુજરાતના દ્રારકામાં દરિયામાં ઐંડા ઉતર્યા હતા અને દ્રારકા યાં ડૂબેલી છે ત્યાં પ્રાર્થના કરી હતી. તેમણે કહ્યું કે મેં દરિયાની અંદર જઈને પ્રાચીન દ્રારકા શહેર જોયું, જે અનુભવ્યું તે હંમેશા મારી સાથે રહેશે. પીએમએ કહ્યું કે આ અનુભવ મને ભારતના આધ્યાત્મિક અને ઐતિહાસિક મૂળ સાથે એક દુર્લભ અને ઐંડો સંબધં રજૂ કરે છે. પીએમ મોદી ભગવાન કૃષ્ણને અર્પણ કરવા માટે મોરનાં પીંછાઓ સાથે સમુદ્રમાં લઈ ગયા ગતા. તેમણે ટિટર પર એક પોસ્ટમાં લખ્યું, 'દરિયામાં ડૂબી ગયેલા દ્રારકા શહેરમાં પ્રાર્થના કરવી એ ખૂબ જ દિવ્ય અનુભવ હતો. હત્પં આધ્યાત્મિક વૈભવ અને શાશ્વત ભકિતના પ્રાચીન યુગ સાથે જોડાયેલ અનુભવું છું. ભગવાન શ્રી કૃષ્ણ આપણા સૌનું ભલું કરે.
પીએમ મોદીનો વીડિયો સામે આવતા જ તે વાયરલ થઈ ગયો હતો. વડાપ્રધાનના ફેસબુક પેજ પર અત્યાર સુધીમાં લગભગ લાખો લોકોએ આ વીડિયો જોયો અને તેને શેર કર્યેા છે. ઇન્સ્ટાગ્રામ પર તેને આશરે ૫ કરોડ લોકોએ જોયો છે. લોકો ઇન્ટરનેટ પર દ્રારકા શહેર વિશે સતત સર્ચ કરી રહ્યાં છે. આવી સ્થિતિમાં આગામી દિવસોમાં અહીં આવનારા પ્રવાસીઓની સંખ્યામાં ભારે વધારો થશે તે નિશ્ચિત છે.
કેદારનાથ : ગુફામાં ધ્યાન કર્યું
લોકસભા ચૂંટણી ૨૦૧૯ના પરિણામો પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેદારનાથની ગુફામાં ધ્યાન કયુ હતું. પીએમની ધ્યાનાકર્ષક તસવીરો એટલી વાઈરલ થઈ ગઈ કે ટૂંક સમયમાં જ આ ગુફા ખાસ પ્રવાસન સ્થળ બની ગઈ. પીએમ મોદી ૧૮ મે ૨૦૧૯ના રોજ અહીં ગયા હતા અને ત્યાર બાદ આ ગુફાની પ્રસિદ્ધિ એટલી બધી થઈ કે મે મહિનામાં જ ઓકટોબર ૨૦૧૯ સુધીના તમામ બુકિંગ ફલ થઇ ગયા હતા. આ પછી, અહીં આવતા પ્રવાસીઓની સંખ્યા દર વર્ષે વધતી રહી છે. વડાપ્રધાન મોદી ૧૮ મેના રોજ કેદારનાથ મંદિરના દર્શન કર્યા બાદ ગુફામાં ધ્યાન કરવા ગયા હતા. વડાપ્રધાનની મુલાકાત બાદ રાત્રિ રોકાણની ફી પણ ડબલ થઈ ગઈ
લક્ષદ્રીપ મુલાકાતે દુનિયાભરમાં જગાવી હતી ચર્ચા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કેન્દ્રશાસિત પ્રદેશ લક્ષદ્રીપની મુલાકાત બાદ ત્યાં પર્યટનને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે અને રાજકારણીઓથી લઈને અભિનેતાઓ સુધી દરેક ત્યાં જઈ રહ્યા છે અને તેમની તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી રહ્યા છે. એકસ હેન્ડલ પર લક્ષદ્રીપને પ્રવાસન હોટસ્પોટ તરીકે વર્ણવવામાં આવ્યું છે. જે બાદ ટાપુઓ માટે મોટા પાયે લાઈટ બુકિંગ થઈ ગયું છે. પીએમએ લક્ષદ્રીપ પ્રવાસ પર સ્નોર્કલિંગ અને મોનિગ વોક પણ કયુ હતું.ગયા વર્ષે લક્ષદ્રીપ જનારા પ્રવાસીઓની સંખ્યા લગભગ ૨૫ હજાર હતી જે આ વખતે અનેકગણી વધી શકે છે.
ગંગટોકમાં વડાપ્રધાનનો ચાનો સબડકો૨૪ સપ્ટેમ્બર ૨૦૧૮ના રોજ પીએમ મોદીએ તેમના ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર પોસ્ટ કરી હતી જે ગંગટોકની હતી. જેમાં પીએમ મોદી આ સુંદર શહેરમાં સવારની ચાની મજા લેતા અને અખબાર વાંચતા જોવા મળ્યા હતા. આટલું જ નહીં, આ ગંગટોક પ્રવાસ દરમિયાન પીએમ મોદી પોતે ફોટોઝ કિલક કરતા જોવા મળ્યા હતા. મોદીએ પોતાના એકસ એકાઉન્ટ પર સિક્કિમની ચાર તસવીરો શેર કરી હતી અને લખ્યું હતું કે આ તસવીરો સિક્કિમના રસ્તે લેવામાં આવી હતી. આ તસવીર વાયરલ થઈ અને લોકો ઈન્ટરનેટ પર ગંગટોક વિશે જાણવાનો પ્રયાસ કરવા લાગ્યા.
પિથોરાગઢ : પ્રાર્થના કરતા ફેવરિટ બન્યું
ઓકટોબર ૨૦૨૩માં, વડા પ્રધાન મોદીએ ઉત્તરાખંડની સત્તાવાર મુલાકાત લીધી, યાં તેમણે પ્રાર્થના કરવા માટે પાર્વતી કુંડ અને જાગેશ્વર ધામની મુલાકાત લીધી. પાર્વતી કુંડ અને જાગેશ્વરની સુંદર તસવીરો શેર કરતી વખતે પીએમ મોદીએ આદિ કૈલાશના સુંદર પેનોરમાને હાઇલાઇટ કયુ. પાર્વતી કુંડમાં તેમની ભકિત દર્શાવતા, પીએમ મોદીએ માત્ર પરંપરાગત પોશાક જ નહીં પહેર્યા પરંતુ આ પવિત્ર સ્થળ પર ધ્યાન માટે સમય પણ ફાળવ્યો. તે પછી પાર્વતીકુંડ અને જોગેશ્ર્વર બંને સ્થળોની મુલાકાતે આવતા પ્રવાસીઓની સંખ્યામાં તીવ્ર વધારો થયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશ્રીલંકાની સરકારે ગૌતમ અદાણી સાથેનો વીજ ખરીદી કરાર આ કારણથી કર્યો રદ્દ
January 24, 2025 07:43 PMજામનગરના આકાશમાં આવતીકાલ તા.૨૫ તથા તા.૨૬મી જાન્યુઆરીના રોજ સર્જાશે અદ્ભુત દ્રશ્યો
January 24, 2025 07:12 PMમહાકુંભ મેળામાં જતા યાત્રિકો માટે ખુશખબર: પશ્ચિમ રેલવે દ્વારા સ્પેશિયલ ટ્રેનોમાં વધારાના કોચ
January 24, 2025 07:03 PMસિવિલ મેડિસિટી બની મેડિકલ ટુરિઝમનું કેન્દ્ર: આંતરરાષ્ટ્રીય સ્તરે જટિલ સર્જરી સફળતાપૂર્વક સંપન્ન
January 24, 2025 07:02 PMનળ સરોવરમાં પક્ષીઓની ગણતરી, 25 અને 26 જાન્યુઆરીએ પ્રવેશ બંધ
January 24, 2025 07:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech