ગુજરાતનું એક એવું ગામ જ્યાં વર્ષોથી નથી ઉજવાતી હોળી, અહીં હોળી પ્રગટાવાય તો ગામમાં આગ લાગતી હોવાની માન્યતા

  • March 06, 2023 06:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



સમગ્ર ગુજરાતમાં હોળીનો ધામ ધૂમથી ઉજવવામાં આવે છ પરંતુ એક એવું પણ ગામ છે જ્યાં  છેલ્લા 210થી વધુ વર્ષોથી  હોળીનો તહેવાર ઉજવાતો નથી. ગુજરાતની રાજસ્થાન બોર્ડર પર આવેલા બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાનું એક એવું ગામ છે કે, જ્યાં આજે પણ હોળીનો તહેવાર ઉજવાતો નથી. આ ગામમાં હોળીનો દિવસ માતમમાં ફેરવાઈ જાય છે. 


 આ ગામ પૌરાણિક નામ રામેશ્વરથી ઓળખાય છે એવું પણ કહેવાય છે કે ભગવાન શ્રીરામ એ અહિયા આવીને રામેશ્વર ભગવાનની પૂજા અર્ચના કરી હતી રામેશ્વરના નામ પર બનેલા આ ગામમાં લગભગ ૧૦ હજારની વસ્તી છે અને આ ઐતહાસિક ગામમાં બસ્સો સાત  વર્ષ પહેલા હોળી પ્રગટ કરવામાં આવી હતી પરંતુ તે સમય  અચાનક ગામમાં આગ લાગી ગઈ હતી અને ગામનાં ઘણા ઘરો આગની ચપેટમાં આવીને બળીને ખાખ થઈ ગયા હતા જેનાથી આ ગામમાં રહેતા લોકો ડરી ગયા હતા. જેથી ગ્રામજનોમાં એવી માન્યતા છેકે જો હોળી પ્રગટાવવામાં આવશે તો ફરીથી આગ લાગશે. તેથી આ ગામમાં વર્ષોથી હોળીકાદહન કરવામાં આવતું નથી.
​​​​​​​

ગામમાં આગ લાગવા પાછળ એક એવી પણ  લોક માન્યતા એ છે  કે વર્ષો પેહલાં આ ગામના રાજાએ સાધુ સંતોનું અપમાન કર્યું હતું જેથી સાધુ સંતો ક્રોધિત થયાં હતાં અને  શ્રાપ આપ્યો હતો કે હોળીના દિવસે આ ગામમાં આગ લાગશે ત્યાર બાદ હોળી પ્રગટાવતા જ ગામમાં ભયંકર આગ લાગી ગઈ હતી અને આ ગામના અનેક ઘર બળીને ખાખ થઈ ગયાં હતાં, ત્યારબાદ ફરી બે વાર હોળી પ્રગટાવાનો પ્રયાસ કરાયો પરંતુ ત્યારે પણ ગામમાં આગ લાગી હતી. આખું ગામ આગની લપેટમાં આવી ગયું હતું. બાદમાં આ ગામના લોકોએ ભેગા થઈને હોળી પર પ્રતિબંધ ફરમાવી દીધો , અને ત્યાર થી આજ સુધી રામસણ ગામમાં હોળી પ્રગટાવવામાં આવતી નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application