જામનગર મહાનગરપાલિકાની જન્મ-મરણનાં દાખલ આપતી શાખા હર હંમેશાં વિવાદમાં રહે છે. આજે પૈસા પડાવાતા એક એજન્ટને જાગૃત નાગરિક દ્વારા ઝડપી લેવાયો હતો.
જામનગર મહાનગર-પાલિકાની જન્મ-મરણના દાખલા આપતી શાખામાં દરરોજ અસંખ્ય લોકો જુદા જુદા દાખલા મેળવવા માટે આવતા રહે છે. જ્યાં તોડ પાણી થતા હોવાથી વ્યાપક ફરિયાદો ઉઠવા પામી રહી છે.
ખાસ કરીને પરપ્રાંતીય લોકો પાસેથી આવા દાખલા માટે ૩૦૦ રૂપિયાનો તગડો તોડ કરવામાં આવે છે. આવા એજન્ટો મહાનગરપાલિકાની આ શાખા નજીક સતત હાજર જોવા મળે છે. આજે એક જાગૃત નાગરિક ત્યાં આવ્યા હતા અને તોડ કરી રહેલા એજન્ટને રંગે હાથ ઝડપી લીધો હતો, અને કાંઠલો પકડી તેને બહાર ખેંચી જવાયો હતો. આ સમયે ભારે હોબાળો મચી જવા પામ્યો હતો.
સતત વિવાદમાં રહેતી જન્મ-મરણ શાખાનો અમુક સ્ટાફ પણ આ કૌભાંડમાં સંડોવાયેલ છે. અગાઉ પણ અનેક વખત કોર્પોરેટરો દ્વારા અવાજ ઉઠાવાયા છે પરંતુ ઉચ્ચ અધિકારીઓ ધ્યાન આપતા નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ નાગરિક સહકારી બેંકના ચેરમેન વાઈસ ચેરમેનની સર્વાનુમતે થઈ પસંદગી
November 23, 2024 09:52 AMસગીરપુત્રી પર દુષ્કર્મ કરનાર પિતાને ૨૦ વર્ષની કે
November 23, 2024 09:49 AMઇન્સ્ટા.માં ફેક આઇડી બનાવી યુવાને તેની ગર્લફ્રેન્ડનો ફોટો મુકી બિભત્સ શબ્દો લખ્યા
November 23, 2024 09:38 AMસિવિલ વર્ષે ૨૦ લાખ, દર્દીઓ ૧૨ લાખ એજિલસ લેબોરેટરીને રિપોર્ટના ચૂકવે છે!
November 23, 2024 09:37 AMવેરાવળમાં મહિલાના દાગીના તફડાવી લેનાર આંતર જિલ્લા ગેંગ ૪.૪૩ લાખના મુદ્દામાલ સાથે ઝડપાઇ
November 23, 2024 09:25 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech