પોરબંદરના ખાપટ વિસ્તારમાં આધેડ ઉપર પથ્થર વડે ઘાતક હુમલાનો વીડિયો વાયરલ થયો છે જેમાં એજ વિસ્તારમાં રહેતા શખ્શ સામે એટ્રોસીટી સહિતની કલમો હેઠળ ફરિયાદ દાખલ થઇ છે. ખાપટ ગામે રામાપીરના મંદિર પાસે રહેતા જયેશ પરબતભાઇ દલ નામના અનુસુચિત જાતિ સમાજના યુવાને એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેના પિતા પરબતભાઇ ગોવિંદભાઇ દલ ઉ.વ. ૫૦, વાછરાડાડાના મંદિર નજીક ગૌશાળા પાસે બેઠા હતા ત્યારે એ જ વિસ્તારમાં રહેતા કિશોર ભીખુ ભુવા નામના યુવાને તેની સાથે ઝઘડો કરીને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરી પથ્થર વડે ગંભીર ઇજા પહોંચાડી હતી આથી પરબતભાઇએ બુમાબુમ કરતા લોકો એકત્ર થઇ ગયા હતા અને તેમને ઇમરજન્સી સેવા ૧૦૮ મારફતે સારવાર માટે સરકારી ભાવસિંહજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા અને ઘાયલ થયેલા પરબતભાઇ દલના પુત્ર જયેશે આ બનાવમાં કિશોર ભીખુ ભુવા સામે એટ્રોસીટી એકટ હેઠળ ગુન્હો નોંધાવ્યો છે ત્યારે આગળની તપાસ ઉદ્યોગનગર પોલીસ ચલાવી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech