રશિયા અને યુક્રેન તણાવ વચ્ચે, સોશિયલ મીડિયા પર વીડિયો સામે આવ્યો છે. તેમાં તુર્કીની રાજધાની અંકારામાં એક કોન્ફરન્સ યોજાઈ હતી તે દરમિયાન યુક્રેનના ધારાસભ્ય ઓલેક્ઝાન્ડર મેરીકોવસ્કી એક અજાણ્યા રશિયન પ્રતિનિધિને મુક્કો મારતા જોવા મળી રહ્યા છે.
આ ઘટના ગુરુવારે બ્લેક સી ઇકોનોમિક કોઓપરેશનની સંસદીય એસેમ્બલીની 61મી સામાન્ય સભા દરમિયાન બની હતી. અહીં આ તમામ પ્રતિનિધિઓ આર્થિક, તકનીકી અને સામાજિક મોરચે બહુપક્ષીય અને દ્વિપક્ષીય સંબંધો વિકસાવવાની રીતો પર ચર્ચા કરવા માટે એકઠા થયા હતા.
કિવ પોસ્ટના ખાસ સંવાદદાતા અને રાજકીય સલાહકાર જેસન જે સ્માર્ટ દ્વારા આ વીડિયો ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે. શુક્રવાર સવાર સુધીમાં ક્લિપને 3 મિલિયનથી વધુ વખત જોવામાં આવી છે. મેરીકોવસ્કીએ તેના ફેસબુક એકાઉન્ટ પર ક્લિપ પણ પોસ્ટ કરી છે.
? In Ankara ??, during the events of the Parliamentary Assembly of the Black Sea Economic Community, the representative of Russia ?? tore the flag of Ukraine ?? from the hands of a ?? Member of Parliament.
— Jason Jay Smart (@officejjsmart) May 4, 2023
The ?? MP then punched the Russian in the face. pic.twitter.com/zUM8oK4IyN
એડવોકેટ ઈબ્રાહિમ ઝીદને ટ્વિટ કર્યું, કે “તે ખરેખર તે પંચને લાયક હતો. અંકારામાં બ્લેક સી ઈકોનોમિક કોમ્યુનિટી ઈવેન્ટમાં રશિયાના પ્રતિનિધિએ ઝપાઝપી કરી, એમપી મેરીકોવસ્કીના હાથમાંથી બળજબરીથી યુક્રેનનો ધ્વજ છીનવી લીધો હતો.”
સમિટ દરમિયાન, એક અજાણ્યા રશિયન પ્રતિનિધિ મેરીકોવ્સ્કીની નજીક આવતા વિડિયોમાં જોઈ શકાય છે, જેણે તેના દેશનો ધ્વજ પકડી રાખ્યો હતો. રશિયન પ્રતિનિધિએ મેરિકોવ્સ્કીના હાથમાંથી બળજબરીથી ધ્વજ લઈ લીધો, પરંતુ મેરિકોવ્સ્કીએ ધ્વજ મેળવવા માટે પ્રતિનિધિના ચહેરા પર મુક્કો માર્યો. આ દરમિયાન વાતાવરણ ઘણું બગડ્યું હતું. સુરક્ષા કર્મચારીઓએ બંનેને અલગ કર્યા અને બંને પક્ષોને ઝપાઝપી ન કરવા વિનંતી કરતા જોઈ શકાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech