બોલીવુડ અભિનેતા સૈફ અલી ખાનને લીલાવતી હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં રાખવામાં આવ્યા છે. અભિનેતા પર હુમલા બાદ, ડોક્ટરોની ટીમે તેમના પર સર્જરી કરી. તે હાલમાં ખતરામાંથી બહાર છે. પરંતુ ડોક્ટરોની એક ટીમ 24 કલાક તેમનું નિરીક્ષણ કરી રહી છે. ડૉ. નરેશ ઉત્તમાણીએ જણાવ્યું હતું કે, 'સૈફના હાડકામાં 2.5 ઇંચનો છરીનો ટુકડો ફસાઈ ગયો હતો, જેને સર્જરી દ્વારા દૂર કરવામાં આવ્યો હતો. આખા શરીર પર છ ઈજાના નિશાન મળી આવ્યા છે, જેમાંથી બે ઘા ઊંડા છે.
એક કે બે દિવસમાં રજા આપવામાં આવશે
વધુમાં જણાવ્યું હતું કે, સૈફને રાત્રે 3.30 વાગ્યે દાખલ કરવામાં આવ્યો હતો અને તેની સર્જરી લગભગ અઢી કલાક સુધી ચાલી હતી. ન્યૂરો સ્પેશિયાલિસ્ટની દેખરેખ હેઠળ કરવામાં આવેલી આ સર્જરી બાદ સૈફની પ્લાસ્ટિક સર્જરી પણ કરવામાં આવશે. સૈફને કાલે સવારે આઈસીયુમાંથી શિફ્ટ કરવામાં આવશે અને એક કે બે દિવસમાં રજા આપવામાં આવશે.
પ્લાસ્ટિક સર્જરી પણ કરવામાં આવશે
લીલાવતી હોસ્પિટલના સીઓઓએ જણાવ્યું હતું કે સૈફને રાત્રે 3.30 વાગ્યે દાખલ કરવામાં આવ્યો હતો અને તેની સર્જરી લગભગ અઢી કલાક સુધી ચાલી હતી. ન્યુરો સ્પેશિયાલિસ્ટની દેખરેખ હેઠળ કરવામાં આવેલી આ સર્જરી બાદ સૈફની પ્લાસ્ટિક સર્જરી પણ કરવામાં આવશે. ડો. લીના જૈન સૈફની પ્લાસ્ટિક સર્જરી કરશે. સૈફને કાંડા અને કમર ઉપરાંત ગળામાં પણ ઊંડો ઘા વાગ્યો છે.
ક્યારે બની ઘટના?
માહિતી અનુસાર આ ઘટના સવારે 3 વાગ્યે બની હતી. એક ચોર સૈફના ઘરમાં ઘૂસી આવ્યો હતો. આ દરમિયાન અમુક નોકર ઊંઘમાંથી ઊઠી એલર્ટ થઈ ગયા અને ચોર ચોરની બૂમ પાડવા લાગ્યા. તે સમયે સૈફ અલી પણ ઊંઘમાંથી જાગી ગયો અને ચોરને પકડવા દોડ્યો હતો. આ દરમિયાન ચોરે સૈફ પર છરી વડે હુમલો કરી દીધો હતો. જેમાં સૈફ ઈજાગ્રસ્ત થયો હતો. સૈફ અલી ખાનની ટીમના જણાવ્યાનુસાર સૈફ અલી ખાનની સર્જરી કલાકો સુધી ચાલી હતી. તેને બે ત્રણ ઈજાઓ થઈ છે જેમાંથી ગળાના ભાગે લાંબો ચીરો પડી ગયાની માહિતી છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે કાર્યવાહી કરતાં ઘરના અમુક કર્મચારીઓની અટકાયત કરી હતી અને તેમની પૂછપરછ શરૂ કરી હતી. મળતી માહિતી અનુસાર હજુ 3 લોકોની આ મામલે અટકાયત કરવામાં આવી છે. પોલીસ પૂછપરછ કરવા માટે આ લોકોને સાથે લઈ ગઈ છે.
ઘરના નોકર અને સભ્યો હોસ્પિટલ લઇ ગયા હતા
જ્યારે આ ઘટના વિશે ઘરના નોકર અને સભ્યોને જાણકારી મળી તો તેઓ ડરી ગયા અને ઉતાવળે સૈફને હોસ્પિટલ ખસેડવાની ફરજ પડી હતી. તેમને લીલાવતી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા. હાલ તેમને દાખલ કરીને સારવાર આપવામાં આવી રહી છે. જોકે ઘટના બાદથી ચોર ફરાર થઇ ગયા હતા. મુંબઈ પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમને ઘટનાની જાણ થતાં જ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી અને ચોરને પકડવા માટે ચક્રો ગતિમાન કરાયા હતા. આ મામલે પોલીસે અત્યાર સુધી ત્રણ લોકોની અટકાયત કરી છે. જેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસે બે કલાક સુધી સીસીટીવી ફંફોળ્યા છતાં કોઈ એવા મોટા પુરાવા ન મળ્યા કે જેનાથી હુમલાખોર વિશે કોઈ વિગતો મળી શકે.
આ હુમલાની તપાસ માટે 7 ટીમની રચના કરાઈ
મુંબઈ પોલીસે આ હુમલાની તપાસ માટે 7 ટીમની રચના કરી છે. પોલીસ સીસીટીવી ફૂટેજ શોધી રહી છે અને સૈફની હાઉસહેલ્પની પણ પોલીસ પૂછપરછ કરી રહી છે. ડોક્ટર્સે પુષ્ટિ કરી છે કે સૈફના શરીર પર છ વખત ચપ્પાથી હુમલા કરવામાં આવ્યા છે. જેમાં બે ઈજા ખૂબ ઊંડી છે. સૈફની ટીમે નિવેદન જારી કરી કહ્યું હતું, 'સૈફ અલી ખાનના ઘરમાં ચોરીનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. તેની હોસ્પિટલમાં સર્જરી થઈ રહી છે. અમે મીડિયા અને ચાહકોને વિનંતી કરી છે કે તેઓ ધીરજ રાખે. આ પોલીસનો મામલો છે.'
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસૈફ અલી ખાન પર હુમલો કરનાર શંકાસ્પદ શખસની પહેલી તસવીર સામે આવી, સીસીટીવીમાં સીડી પરથી ભાગતો દેખાયો
January 16, 2025 05:38 PMહુમલાખોરની ખેર નહી...80થી વધુ એન્કાઉન્ટર કરી ચૂકેલા અધિકારી સૈફ અલી ખાનના ઘરે, જાણો કોણ છે તે
January 16, 2025 04:46 PMહુમલા સમયે ડ્રાઈવર ઘરે ન હતો, પુત્ર ઇબ્રાહિમ લોહીલુહાણ પિતા સૈફને ઓટો રીક્ષામાં હોસ્પિટલ લઈ ગયો હતો
January 16, 2025 04:22 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech