સાસણ–ગીરખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં વિશ્વ સિંહ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.આ ઉજવણીમાં વન–પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. આ ઉપરાંત શાળાના બાળકોની રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું.
મુખ્યમંત્રીએ જણાવ્યુંકે, પ્રાણી અને પ્રકૃતિ સાચવવાની આપણા સૌની સંયુકત જવાબદારી છે. ગુજરાતના ગૌરવ એવા વનકેસરી કુદરતી રીતે વિહરે, વિચરે અને વિકસે તે માટેના પ્રયત્નો જ સિંહ દિવસની સાચી ઉજવણી છે. દર વર્ષે વિશ્વ સિંહ દિવસની ઉજવણી એ ફકત ઉજવણી ન બની રહેતાં, પ્રાણીમાત્ર પ્રત્યેની અનુકંપા બને અને પ્રાણીમાત્રનું રક્ષણ થાય તેવો ભાવ જનજનમાં જાગે એ જ તેની સાચી ઉજવણી છે એમ મુખ્યમંત્રીએ ઉમેયુ હતું.ગીરમાં વસતા માલધારીઓ અને જંગલ તથા તેની આસપાસમાં વસતા લોકોએ પરસ્પરના સહઅસ્તિત્વથી વર્ષેાથી ગરવા ગુજરાતનું ગૌરવ એવા સિંહનું જતન અને સંરક્ષણ કયુ છે, જેના કારણે જ આજે પ્રતિવર્ષ સિંહોની વસતી વધી છે.
વન અને પર્યાવરણ મંત્રી મૂળુભાઈ બેરાએ, એશિયાઈ સિંહો સમગ્ર ભારત અને ગુજરાતની શાન છે.ગીરનું સ્થળ પ્રવાસીઓને સૌથી વધુ આકર્ષિત કરતું પ્રવાસન સ્થળ બન્યું છે.વનવિભાગ અને સ્થાનિક લોકોના સહિયારા પ્રયાસથી એશિયાઈ સિંહોની વસ્તીમાં ઉત્તરોતર વધારો થયો છે.
તેમણે સિંહની વસ્તીના આંકડા આપતા જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૨૦ની વસ્તી ગણતરી અનુસાર ગીરમાં ૬૭૪ જેટલા સિંહ નોંધાયા છે. સરકાર દ્રારા સિંહ સંરક્ષણ માટે ઘણી કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં સિંહના રહેઠાણ, ખોરાક, સંવર્ધન, રિહેબિલિટીશન, સંશોધન, પ્રાકૃતિક શિબિરોનું આયોજન સહિત ઈકોકલબ જેવી પ્રવૃત્તિઓ દ્રારા સિંહનું કુદરતી રીતે જ સંરક્ષણ અને સંવર્ધન થાય તે માટેના પ્રયાસો સ્થાનિક લોકો અને પ્રકૃતિપ્રેમીઓ સાથે કરવામાં આવી રહ્યાં છે. વન અને પર્યાવરણના અગ્ર સચિવ સંજીવકુમારે . જણાવ્યા મુજબ ગત વર્ષે સિંહ દિવસની ઉજવણીમાં ૧૫ લાખથી વધુ લોકો સહભાગી થયા હતાં.યારે આ વર્ષે ૧૬ લાખ લોકો સહભાગી થયાં છે.
સાસણ ખાતે 'વિશ્વ સિંહ દિવસ'ની ઉજવણીમાં સહભાગી થયા બાદ ભાલછેલ સનસેટ પોઇન્ટ ખાતે 'એક પેડ માં કે નામ અભિયાન' અંતર્ગત વૃક્ષારોપણ કયુ હતું.મુખ્યમંત્રીની સાથે રાયના વન અને પર્યાવરણ મંત્રી શ્રી મૂળુભાઈ બેરા, સહીત મહાનુભાવોએ ભાલછેલ સનસેટ પોઇન્ટ ખાતે વૃક્ષારોપણ કયુ હતું. આ સ્થળને 'માતૃવન' નામ આપવામાં આવ્યું છે.એન.સી.સી. કેડેટસ, એન.જી.ઓ., આસપાસના ગ્રામજનો સહિત ૧,૦૦૦થી વધુ લોકોએ વૃક્ષારોપણ કયુ હતું.
સાસણ–ગીર ખાતે વિશ્વ સિંહ દિવસની ઉજવણીમાં સાંસદ રાજેશભાઈ ચુડાસમા, ધારાસભ્ય ભગવાનભાઈ બારડ, દેવાભાઈ માલમ, ભગવાનજીભાઈ કરગઠિયા, અરવિંદભાઈ લાડાણી, જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુંમર, ગીર સોમનાથ જિલ્લા પંચાયતના પ્રમુખ મંજૂલાબહેન મૂછાર, જૂનાગઢ પૂર્વ ડે.મેયર ગીરીશભાઈ કોટેચા,જૂનાગઢ જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસિયા, મુખ્ય વન સંરક્ષક આરાધના સાહ, જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા સહિત અગ્ર મુખ્ય વન સંરક્ષક યુ.ડી.સિંઘ, અધિક અગ્ર મુખ્ય વન સંરક્ષક પી.સિંઘ., અધિક અગ્ર મુખ્ય વન સંરક્ષક ડો. જયપાલ સિંઘ, અધિક અગ્ર મુખ્ય વન સંરક્ષક એસ. કે. શ્રીવાસ્તવ, અગ્રણી ઝવેરીભાઈ ઠકરાર, મહેન્દ્રભાઈ પીઠિયા, કિરિટભાઈ પટેલ, પુનિતભાઈ શર્મા તેમજ સાસણ ગીરના વન્ય પ્રાણી વિભાગના નાયબ વન સંરક્ષકડો.મોહન રામ, વન્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ, શિક્ષકો–વિધાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં
વન્ય સૃષ્ટ્રિ અંગે ત્રણ પુસ્તકોનું વિમોચન
મુખ્યમંત્રી સહીતના મહાનુભાવોના હસ્તે કન્ઝર્વેશન ઓફ એશિયાટિક લાયન: ઈન્ટીગ્રેટેડ રેડિયો ટેલિમેટ્રી ફોર એન્હાન્સ ઈકોલોજિકલ મોનિટરિંગ, પોપ્યુલેશન સ્ટેટસ ઓફ વાઈલ્ડ પ્રે ઈન ગીર પ્રોટેકટેડ એરિયા અને રીઈન્ટ્રોડકશન અને સેટેલાઈટ ટેલિમેટ્રી ઓફ ઈન્ડિયન ગ્રે હોર્ન બીલ ઈન ગીર પુસ્તકોનું વિમોચન કરવામાં આવ્યું હતું. તેમજ ગીર ખાતે કાર્યરત ઈકો ડેવલપમેન્ટ સમિતિઓને સામૂહિક વિકાસના કામો માટે ૮૯ લાખના ચેક વિતરણ કરવામાં આવ્યા હતાં.મહાનુભાવો દ્રારા સિંહ સંરક્ષણ માટેની સામૂહિક પ્રતિજ્ઞા લેવામાં આવી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMશેખ હસીનાને બાંગ્લાદેશ પરત કરો, યુનુસ સરકારે ભારત સરકારને પત્ર લખ્યો, હસીના પર 225થી વધુ કેસ
December 23, 2024 04:50 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech