ઈંટની સાથે દારૂ -બિયરનો જથ્થો ભરેલો ટ્રક ઝડપાયો

  • September 11, 2024 03:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


તળાજા-મહુવા રોડ પરથી એલસીબીએ ઈંટની સાથે વિદેશીદારૂ અને બિયર ભરેલા ટ્રક સાથે ચાલકને ઝડપી લઈ રૂ. ૭, ૪૦, ૨૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
ભાવનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પેટ્રોલિંગમાં રહેલી એલસીબી તળાજા નજીક પહોંચી હતી ત્યારે એવી બાતમી મળી હતી કે ભાવનગરથી મહુવા તરફ જઈ રહેલા ટ્રકમાં વિદેશી દારૂ અને બિયરનો જથ્થો છુપાવેલ છે. બાતમી એલસીબીએ મળતા તળાજા- મહુવા રોડ પર ક્રિષ્ના હોટલ નજીક વોચ ગોઠવી દીધી હતી. જે દરમ્યાન ભાવનગર તરફથી આવી રહેલા ટ્રક નંબર જી. જે. ૦૪ ડબ્લ્યુ ૫૮૫૩ને અટકાવી ટ્રકની તલાશી લેતા ટ્રકમાં ઈંટની આડમાં રાખેલ વિદેશીદારૂની ૧૫૪બોટલ કિંમત રૂ. ૩૩, ૦૦૦ અને ૭૨ બિયરના ટીન કિંમત રૂ. ૭, ૨૦૦મળી આવતા ટ્રકનો ચાલક અને માલિક મેહુલ ભુપતભાઈ બાંભણીયાની દારૂ અને બિયરની હેરફેર માટે પાસ પરમીટ અંગે પૂછતાછ કરતા તેની પાસે ન હોવાનું જણાવતા એલસીબીએ દારૂની અલગ-અલગ ૧૫૪ બોટલ કિંમત રૂપિયા ૩૩, ૦૦૦, બિયરના ૭૨ ટીન કિંમત રૂપિયા ૭, ૨૦૦ તેમજ ૧૨વ્હીલ વાળો લેલન્ડ ટ્રક કિંમત રૂપિયા ૭, ૦૦, ૦૦૦મળી કુલ રૂપિયા ૭, ૪૦, ૨૦૦નો મુદ્દામાલ કબ્જે લઈ ટ્રકનો ચાલક અને માલિક મેહુલ ભુપતભાઈ બાંભણીયા(ઉ. વ. ૩૨, રે. ગાધકડા બજાર, કબ્રસ્તાન સામે, મહુવા)સામે પ્રોહીબીશન હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી તળાજા પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવતા તળાજા પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News