કેન્યાની રાજધાની નૈરોબીમાં મંગળવારે એક ટ્રેઈની પાઈલટ અને ટ્રેનરનું મોત થયું હતું. ટ્રેનિંગ દરમિયાન તેમનું પ્લેન પેસેન્જર પ્લેન સાથે અથડાયું હતું. કેન્યાના અધિકારીઓએ જણાવ્યું હતું કે મંગળવારે સવારે સ્થાનિક કેરિયર સફારીલિંક અને ૯૯ લાઈંગ ટ્રેનિંગ સ્કૂલનું વિમાન ચાલુ ઉડાને જ અથડાતા આ ભયાનક ઘટના બની હતી.
આ ઘટનાની નૈરોબી પોલીસ એડમસન બુંગાઈએ ટેકસટ સંદેશ દ્રારા મૃત્યુની પુષ્ટ્રિ કરી હતી, જો કે તેમણે વધુ વિગતો આપી ન હતી. સફારીલિંકે એક નિવેદનમાં જણાવ્યું હતું કે પ્લેન, પ્લેન ટેકઓફના થોડા સમય બાદ જ જોરદાર ધડાકો થયો હતો, પ્લેન કેન્યાના દરિયાકાંઠે ડિયાની તરફ જઈ રહ્યું હતું અને તેમાં ૪૪ લોકો સવાર હતા. જો કે સદનસીબે ઘટનામાં વિમાનમાં સવાર તમામ મુસાફરો અને ક્રૂ સુરક્ષિત રહ્યા હતા.
એક રિપોર્ટ મુજબ આ ઘટનાને સંબંધિત એજન્સીઓને જાણ કરવામાં આવી છે અને સફારીલિંક અને એવિએશન સાથે મળીને ઘટનાની તપાસ કરી રહી છે. ૯૯ લાઈંગ સ્કૂલે એક સમાચાર એજન્સીને ફોન કોલ દ્રારા ઘટનાની જાણ કરી હતી પણ વધુ વિગતો આપવાનો ઈનકાર કર્યેા હતો. કેન્યા સિવિલ એવિએશન ઓથોરિટીએ જણાવ્યું કે ક્રેશની ઘટનાનું કારણ જાણવા માટે તપાસ શ કરી દેવામાં આવી છે. સફારીલિંક કેન્યા, પડોશી તાંઝાનિયા અને ઝાંઝીબારમાં ૧૮ સ્થળોએ ઉડાન ભરે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવડાપ્રધાન મોદીનું જામનગર ઍરપોર્ટ પર થયુ આગમન, રસ્તાની બંને તરફ લોકોની ભીડ
March 01, 2025 08:50 PMગાંધીનગર: જૂના સચિવાલયમાં લાંચ લેતા રાજ્ય વેરા નિરીક્ષક ઝડપાયા
March 01, 2025 08:47 PMGPSC પરીક્ષાનું સમયપત્રક જાહેર: જાણો ક્યારે લેવાશે પ્રિલિમ અને મુખ્ય પરીક્ષા
March 01, 2025 08:45 PMવડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનું જામનગર એરફોર્સ ખાતે આગમનઃમહાનુભાવો દ્વારા ભાવભર્યું સ્વાગત
March 01, 2025 08:16 PMવડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું જામનગરના સર્કિટ હાઉસમાં આજે રાત્રી રોકાણ
March 01, 2025 08:07 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech