ભાણવડ પંથકમાં માત્ર એક જ માસમાં 26 અજગર સહિત કુલ ૧૩૭ સરીસૃપ કરાયા રેસ્ક્યુ

  • October 02, 2024 12:44 PM 

એનિમલ લવર્સની પ્રસંશનીય કામગીરી


દ્વારકાના ભાણવડ પંથકમાં વન્ય જીવ સંરક્ષણ ધારા - 1972 અનુસાર લુપ્ત થતા અજગરની પ્રજાતિને વધુ સંરક્ષણ અર્થે અનુસૂચિ-૧ મા સમાવિષ્ટ કરવામાં આવી હોય ત્યારે, ભાણવડ પંથકમાં માત્ર એક જ સપ્ટેમ્બર માસ દરમિયાન 26 જેટલા અજગર સહિત 137 સરીસૃપ રેસ્ક્યુ કરયા હતા.


ભાણવડ પ્રકૃતિથી ભરપુર બરડાનો વિસ્તાર હોવાથી અહી દુર્લભ પ્રજાતિના વન્ય જીવો પણ અવર જવર કરતા હોય છે ત્યારે માનવ વસાહત કે ખેતર- વાડીમાં આવા સરીસૃપ આવી ચડતા હોય છે, ત્યારે ભાણવડ પંથકમાં છેલ્લા 16 વર્ષ થી વન્ય જીવ બચાવ કામગીરી માટે સતત કાર્યરત એનિમલ લવર્સ ચેરી. ટ્રસ્ટના સભ્યો દ્વારા સમગ્ર વિસ્તારમાં જાગૃતિ કાર્યક્રમો દ્વારા કોઈ વન્ય જીવને ક્યારેય મારવો નહિ માત્ર જાણ કરવી, રેસ્કયુ ની વિનામૂલ્યે સેવા પૂરી પડાતા આવા દુર્લભ પ્રજાતિના જીવો મોટી સંખ્યામાં જોવા મળી રહ્યા છે.


આપણાં પ્રાકૃતિક વરસના સંરક્ષણની આ પ્રસંશનીય કામગીરી એનિમલ લવર્સ ગ્રુપના અશોકભાઈ ભટ્ટ, મેરામણ ભાઈ, વિજય ખુંટી, અક્ષય, વિશાલ, નિમિષ, દ્વારા વન વિભાગના કર્મચારીની મદદથી કરાઈ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application