પોરબંદર શહેરમાં મકાનની અંદર અને બાવળના વૃક્ષની નીચે રવિવારે જુગાર રમી રહેલા તેર પત્તાપ્રેમીઓને ૪૫ હજારની રોકડ સાથે પકડી પાડયા છે જેમાં બે કપલનો સમાવેશ થાય છે તે પૈકી એક કપલમાના પતિએ પોતે જ તેના ઘરમાં આ જુગારનો અડ્ડો શ કર્યાનું બહાર આવ્યુ હતુ.
પેરેડાઇઝ વિસ્તારમાં દરોડો
પોરબંદરના પેરેડાઇઝ વિસ્તારમાં ડો. પારવાણીના દવાખાના પાસે કુમકુમ કોલોનીમાં કમલાબાગ પોલીસે રવિવારે જિજ્ઞેશ ભગવાનજી કોટેચા નામના ૪૨ વર્ષના શખ્શના ઘરમાંથી જુગારનો અડ્ડો પકડી પાડયો હતો જેમાં જુગારધામ ચલાવનાર જિજ્ઞેશ કોટેચા ઉપરાંત તેની પત્ની નિશા ઉ.વ. ૩૭ પોરબંદરના ઝૂંડાળા વિસ્તારમાં જીનપ્રેસ શેરી નં.૨માં રહેતો વિનોદ પ્રભુદાસ જટાણીયા ઉ.વ. ૫૫ અને તેની પત્ની સંગીતા જટાણીયા ઉ.વ. ૫૦ ઉપરાંત કડીયાપ્લોટ શેરી નં૪માં રહેતો પંકજ હરિદાસ ઠકરાર ઉ.વ. ૫૫, કમલાબાગ નજીક જ્ઞાનજ્યોતવાળી ગલીમાં રાજ કોમ્પલેકસ બી-૨માં રહેતી કિરણબેન હિતેશ થાનકી ઉ.વ. ૪૩, છાયા જમાતખાના પાસે રહેતી ભારતી હરેશ મકવાણા ઉ.વ. ૩૩ મળી આવ્યા હતા. પોલીસે પુષોની ધરપકડ કરી હતી અને મહિલાઓને સવારે પોલીસ મથકે હાજર થવા જણાવ્યુ હતુ. પટમાંથી ૩૯,૮૫૦ની રોકડ પોલીસે કબ્જે કરી હતી.
ખાપટમાં દરોડો
ખાપટના ખડીમાટીના કારખાના પાસે ખુલ્લા પ્લોટમાં બાવળના વૃક્ષ નીચે જુગાર રમી રહેલ એજ વિસ્તારની શીતલ જેન્તી ચાવડા ઉ.વ. ૩૦, વીરડીપ્લોટની લાભુ અરસી પાંડાવદરા ઉ.વ. ૫૦, ઘાસ ગોડાઉન પાછળ ખાડા વિસ્તારમાં રહેતી મંજુ હરીશ જેઠવા ઉ.વ.૫૦, કોલીખડાની મંજુ રમેશ જોડ ઉ.વ. ૪૨, ઘાસ ગોડાઉન પાછળ રહેતી માલી નથુ પાંડાવદરા ઉ.વ. ૫૨ અને કોલીખડાના વણકરવાસમાં રહેતા ઋત્વીક રામા સાદીયા ઉ.વ. ૨૧ને પોલીસે પકડી પાડયા હતા અને ૭૬૫૦ની રોકડ કબ્જે કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમદાવાદમાં ગુજરાતે દિલ્હીને 7 વિકેટે હરાવ્યું, સિઝનમાં પાંચમી જીત
April 19, 2025 11:07 PMઈસ્ટરના કારણે પુતિને યુક્રેન યુદ્ધમાં યુદ્ધવિરામની જાહેરાત કરી, ધાર્મિક મહત્વ જાળવ્યું
April 19, 2025 11:03 PMકેનેડામાં બે જૂથો વચ્ચે ફાયરિંગમાં પંજાબની 21 વર્ષીય યુવતીનું મોત, બસ સ્ટોપ પર હતી ઉભી
April 19, 2025 11:00 PMરાજકોટ-સરધાર રોડ પર ગમખ્વાર અકસ્માત: માતા-પુત્રી સહિત 4નાં મોત, 3 ગંભીર રીતે ઘાયલ
April 19, 2025 10:59 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech