ફગાસમાં મજૂરી કામ કરી રહેલા પરપ્રાંતીય શ્રમિક પરિવારની ત્રણ વર્ષની બાળકીનું ઝેરી જાનવર કરડી જતાં મૃત્યુ

  • October 30, 2023 11:20 AM 

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ફગાસ ગામમાં એક વાડીમાં રહીને ખેત મજૂરી કામ કરતા મધ્યપ્રદેશના આદિવાસી પરિવારની ત્રણ વર્ષની બાળકીને કોઈ ઝેરી જાનવર કરડી જતાં તેણી નું અપમૃત્યુ થયું છે.


આ બનાવની વિગત એવી છે કે મૂળ મધ્ય પ્રદેશના અલીરાજપુર જિલ્લાના વતની અને કાલાવડ તાલુકા ના ફગાશ ગામના ખેડૂત મહાવીરસિંહ જાડેજા ની વાડીમાં રહીને ખેત મજૂરી કામ કરતા ડુંગરિયાસિંગ ગુલાબસિંગ માવી નામના ખેડૂતની ત્રણ વર્ષની માસુમ પુત્રી કલ્પના, કે જે વાડીમાં રમી રહી હતી, તે દરમિયાન તેણીને ડાબા પગના અંગુઠા પાસે કોઈ ઝેરી જાનવર કરડી જતાં તેણી બેશુદ્ધ બની હતી, અને સારવાર માટે તેણીને કાલાવડ ની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, ત્યાં ફરજ ફરના તબીબે તેણી નું મૃત્યુ નિપજ્યું હોવાનું જાહેર કર્યું હતું.


આ બનાવ અંગે મૃતકના પિતા ડુંગરિયાભાઈ માવી એ પોલીસને જાણ કરતાં કાલાવડ ગ્રામ્ય પોલીસે બાળકીના મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application