રાણપડા પાસે કાર અડફેટે થ્રિ વ્હીલ ટેમ્પો અકસ્માતે પલ્ટી મારી ગયો

  • November 20, 2023 03:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પાલીતાણાના રાણપડા ગામના પટિયા પાસે અકસ્માતની ઘટના બની હતી. જેમાં આઠ મહિલાઓ સહીત નવ લોકોને ઇજા પહોંચતા પાલીતાણા અને ભાવનગર હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયા હતા.


આ બનાવ અંગે જાણવા મળતી માહિતી અનુસાર પાલીતાણા તાલુકાના થોરાળી ગામેથી મહીલાઓ પાંચપીપળા ગામે વાસ્તુ પ્રસંગે કામ સબબ જઈ પરત પોતાના ગામ આવવા થ્રિ વ્હિલ ટેમ્પામાં બેસી આવી રહી હતી. તે વેળાએ રાણપરડા ગામના પાટીયા પાસે પહોચતા કારના ચાલકે ટેમ્પાને ટલ્લો મારી અકસ્માત સર્જાતા ટેમ્પો પલ્ટી મારી ગયો હતો. જેના પગલે આઠ મહીલા સહીત નવને ઈજા પહોંચતા તમામને પાલીતાણા અને ભાવનગર સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે અકસ્માત સર્જી કારનો ચાલક નાસી છુટયો હતો. ઉક્ત અકસ્માતના પગલે ભારે ચીચીયારીઓ ગુંજી ઉઠી હતી. પાલીતાણા તાલુકાના થોરાળી ગામે ઢોરા પાસે રહેતા ભાવુબેન દુલાભાઈ મકવાણાએ પાલીતાણા રૂરલ પોલીસ મથકમાં કાર નંબર જીજે. ૦૫. સીજે- ૬૩૯૧ના ચાલક સામે ફરીયાદ નોંધાવી હતી કે, ગઈકાલે તેઓ તેમજ તેઓના ગામના ગીતાબેન અરવિંદભાઈ પરમાર, વૈશાલીબહેન ભરતભાઈ પરમાર, જયશ્રીબેન અરવિંદભાઈ પરમાર, વિજુબેન જીતુભાઈ પરમાર, સોનલબેન જીતુભાઈ પરમાર, અંજુબેન લક્ષ્મણભાઈ વાઘેલા (રે. ડુંગરપુર), રેખાબેન ડાયાભાઈ વાઘેલા (રે. ડુંગરપુર) સહીતના પાંચપીપળા ગામે જીવરાજભાઈ લવજીભાઈ ભલાણીના મકાનના વાસ્તુ પ્રંસગે ગામ ધુમાડો બંધ રાખેલ જેથી તેઓ તમામ કામ સબબ ગયા હતા. ત્યાથી મગનભાઈ રામજીભાઈ સોલંકી પોતાનો થ્રી વ્હીલ ટેમ્પો લઈ તેઓ તમામને ઘરે મુકવા માટે આવી રહ્યા હતા. ત્યારે રાણપરડા ગામ પાસે પહોંચતા ઉક્ત કારના ચાલકે પોતાની કાર પુરપાટ ઝડપે અને બેદરકારી પુર્વક ચલાવી થ્રી વ્હિલ ટેમ્પા સાથે અથડાવતા ટેમ્પો પલ્ટી મારી જતા ટેમ્પામાં બેસેલ તેઓને તેમજ અન્ય મહીલાઓ અને ચાલકને નાની મોટી ઈજા પહોંચતા તમામને ૧૦૮ મારફ્તે તાત્કાલીક પાલીતાણાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યાથી ગીતબેન અરવિંદભાઈ પરમાર, જયશ્રીબેન અરવિંદભાઈ પરમાર (રહે.બન્ને થોરાળી)ને વધુ સારવાર માટે ભાવનગર ખસેડવામાં આવ્યા હતા. જ્યારે અકસ્માત સર્જી કારનો ચાલક નાસી છુટયો હતો. જ્યારે અકસ્માતના બનાવના પગલે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા હતા. ઉક્ત બનાવ સંદર્ભે પાલીતાણા રૂરલ પોલીસે રાર કારના ચાલક સામે આઈપીસી. ૨૭૯, ૩૩૭, ૩૩૮. તેમજ મોટર વાહન અધિનિયમ ૧૭૭, ૧૮૪, ૧૩૪, મુજબ ગુનો દાખલ કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application